Home News વાવાઝોડું “આસાની” ઓડિશાના દરિયાકિનારે ત્રાટકવાની શક્યતા, 48 કલાક સુધી પુરી-ઢેંકનાલ સહિત 18...

વાવાઝોડું “આસાની” ઓડિશાના દરિયાકિનારે ત્રાટકવાની શક્યતા, 48 કલાક સુધી પુરી-ઢેંકનાલ સહિત 18 જિલ્લામાં જાહેર કર્યું ‘યેલો એલર્ટ’!

Face Of Nation 06-05-2022 : ચક્રવાતી વાવાઝોડું અસાનીના જોખમને જોતાં ઓડિશા સરકારે 18 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જોખમને જોતાં સરકારે NDRFની 17 ટીમ અને ODRAFની 20 ટીમ તહેનાત કરવામાં આવી છે. 175 ફાયરબ્રિગેડને પણ તહેનાત કરવામાં આવ્યા છે. તો બીજીતરફ હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતાં કહ્યું છે કે પુરી, ઢેંકનાલ અને ઉત્તર કોસ્ટલ ઓડિશાના ઘણા જિલ્લાઓમાં શુક્રવારથી લઈને શનિવાર સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે. આંદામાનના સમુદ્રમાં ઓછા દબાણને કારણે ચક્રવાતની ગતિ શુક્રવારે જ જાણી શકાશે.
વાવાઝોડું 8 મે સુધીમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે
IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે, 8મી મે સુધીમાં વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે. આ પછી એની ગતિ 75 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. અમે એના પર નજર રાખી રહ્યા છીએ. તો બીજીતરફ વાવાઝોડું આસાનીની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં જોવા મળી શકે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ઓડિશા વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કરી સમીક્ષા બેઠક, 3 વાવાઝોડા આવી ચૂક્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા અસાનીને લઈને સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તરફ ઓડિશા સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાદ્ય સામગ્રી પહોંચાડવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજીતરફ 2021માં ભારતમાં ત્રણ વાવાઝોડાં આવી ચૂક્યાં છે. વાવાઝોડું જવાદ ડિસેમ્બર 2021માં આવ્યું હતું, જ્યારે વાવાઝોડું ગુલાબ સપ્ટેમ્બર 2021માં આવ્યું હતું. આ સિવાય મે 2021માં વાવાઝોડું યાસ આવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).