Home Gujarat “દાદીના ગૃહમંત્રીએ આંસુ લૂછ્યાં”; હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને મળી સાંત્વના પાઠવી કહ્યું,...

“દાદીના ગૃહમંત્રીએ આંસુ લૂછ્યાં”; હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને મળી સાંત્વના પાઠવી કહ્યું, માતા -પિતાને આપેલો વાયદો પૂર્ણ થયો, જુઓ Video

https://youtu.be/_2VIjOoujmA

Face Of Nation 06-05-2022 : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગુરુવારે કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી.જેથી ગ્રીષ્માને ન્યાય મળતાં આજે પરિવાર દ્વારા રામધૂન સહિત પોલીસ અધિકારીઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તમામ કાર્યક્રમ પડતાં મૂકીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતાં. હર્ષ સંઘવીએ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે ગ્રીષ્માના માતા-પિતાને મળીને સાંત્વના આપી હતી.સાથે જ કહ્યું કે, રાજ્યમાં અપરાધીઓ સામે કડક હાથ કામ લેવાશે. ગ્રીષ્માના માતા પિતાને આપેલો વાયદો આજે પૂર્ણ થતાં તેમને સાંત્વના પાઠવી છે. સાથે જ ભવિષ્યમાં આવું કોઈ સાથે ન બને તે માટે સરકાર પ્રયત્નપૂર્વક કામ કરશે.
દીકરીઓને પોલીસનો સંપર્ક કરવા સલાહ
હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારજનોના આંખના આંસુ લૂછી કહ્યું કે, બહેન દીકરીઓ પર નજર બગાડનાર છોડવામાં આવશે નહીં. બહેન દીકરીઓની રક્ષા કરવા માટે ગુજરાત પોલીસ સક્ષમ છે. કોઇ પણ ફરિયાદ હોય તો સમાજની ચિંતા કર્યા વગર સીધો પોલીસનો સંપર્ક કરજો. કોઈ પણ વાત બહાર નહીં આવે તમામ માહિતી ગુપ્ત રાખીને કાર્યવાહી કરવામાં આવશે. મારી તમામ વાલીઓને નમ્ર વિનંતી છે કે, તેઓ ધ્યાન રાખે તેમના દીકરાઓ શું કરે છે. કોની સાથે મળે છે. દિવસભર કઈ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તેના ઉપર પણ ધ્યાન આપવાની ખાસ જરૂર છે.
ગુનેગારો સામે લાલ આંખ રહેશે : હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કહ્યું કે, ટૂંકા દિવસોમાં જ ગ્રીષ્માના હત્યારાને ફાંસીના માચડે ચડાવાયો એ એક નવો ઈતિહાસ છે. ગુનેગારો સામે સરકારની લાલ આંખ જ રહેશે. આ પ્રકારના ગુનેગારો ગુજરાતમાં આવી હરકત ન કરી શકે તેવો ચુકાદો આવ્યો છે. જેથી આવનારા દિવસોમાં આવા કેસો ન બને તે માટે ગુજરાત પોલીસ ભગીરથ પણે લાલ આંખ સાથે કામ કરતી રહેશે. હું આજે ગ્રીષ્માના માતા પિતાને જે વાયદો આપેલો તે પૂર્ણ કરવા આવ્યો છું. મેં કહેલું ફરી ત્યારે જ આવી જ્યારે ગ્રીષ્માને ન્યાય મળશે.
ગૃહમંત્રી ગ્રીષ્માના ઘરે પહોંચ્યા
ગ્રીષ્માની હત્યા બાદ થોડા દિવસોમાં જ ગૃહમંત્રી વેકરિયા પરિવારને મળવા પહોંચ્યા હતાં. ત્યારે ગૃહમંત્રીએ આરોપીને કડક અને ઝડપી સજા અપાવવાનું વચન આપ્યું હતું. આ વચન મુજબ જ હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા મળતાં પરિવારને ઝડપી ન્યાય મળ્યો હતો. સાથે જ આ ન્યાય બાદ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપવાના યોજાયેલા કાર્યક્રમમાં હર્ષ સંઘવી પહોંચ્યા હતાં. તેમણે ગ્રીષ્ના પરિવારને મળીને હૈયાધરપત આપી હતી.
તપાસમાં 50 જેટલા અધિકારી અને કર્મચારીઓ જોડાયા
ગ્રીષ્મા હત્યા બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ તપાસમાં લગભગ 50 જેટલા અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતાં. આ તમામ કર્મચારીઓએ રાત દિવસ એક કરીને આરોપીને ફાંસીના માચડે પહોંચડવા માટે તપાસ કરી હતી. આ તપાસ કરનાર અધિકારીઓના સન્માન માટે પરિવારે તમામ કર્મચારીઓને બિરદાવતા મોમેન્ટો આપ્યાં હતાં.
પરિવારે ન્યાયની લાગણી વ્યક્ત કરી
ગ્રીષ્માના હત્યારાને ગણતરીના દિવસોમાં જ ફાંસીની સજા મળતાં વેકરિયા પરિવારે ન્યાયની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ કોઈની પણ બહેન દીકરી સાથે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને તે માટે કામના કરી હતી. સાથે જ ગ્રીષ્માના આત્માને શાંતિ મળે તે હેતુથી ધૂનનું આયોજન કર્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).