Home Religion વરસાદી “ઝાપટું”; રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પલટાયું ‘વાતાવરણ’, સાબરકાંઠામાં સવારે વાતાવરણ પલટો,...

વરસાદી “ઝાપટું”; રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પલટાયું ‘વાતાવરણ’, સાબરકાંઠામાં સવારે વાતાવરણ પલટો, બપોર બાદ ઝરમર વરસાદ!

Face Of Nation 06-05-2022 : રાજ્યમાં ગઈકાલે સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લામાં વરસાદના સમાચાર હતા. ત્યારે આજે ઉત્તર ગુજરાતમાં પણ અમુક ઠેકાણે વરસાદ વરસ્યો છે. આકરી ગરમી વચ્ચે બપોર બાદ સાબરકાંઠાના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામે ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. જેથી લોકોને ગરમી સામે રાહત થઈ હતી.
કાળઝાળ ગરમીમાં વરસાદે ઠંડક આપી
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પાસે આવેલા મટોડા ગામે બપોરના 3 વાગ્યા બાદ ઝરમર વરસાદ વરસ્યો હતો. જેથી કાળઝાળ ગરમીમાં લોકોએ કમોસમી વરસાદ વરસતાં રાહતનો દમ લીધો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો છાસ, લીંબુ પાણી અને ઠંડા પીણા પીને રાહત મેળવતાં હોય છે. ત્યારે વાતાવરણમાં પલ્ટો થતાં લોકોને ગરમી સામે રાહત મળી હતી.
સાબરકાંઠા જિલ્લામાં આજે તાપમાન 41 ડિગ્રી
સાબરકાંઠા જિલ્લામાં આજે તાપમાન 41 ડીગ્રી નોંધાયું છે. ત્યારે બપોર બાદ કમોસમી વરસાદને પગલે લોકોને રાહત થઈ હતી. આકરા તાપમાન વચ્ચે લોકો ઘરની બહાર નીકળતા પણ વિચાર કરે છે. ત્યારે અચાનક વરસાદના આગમનથી લોકોમાં ખુશી જોવા મળી હતી. આજે શુક્રવારે સવારથી જ વાતાવરણમાં બદલાવ આવતો દેખાતો હતો. જે બપોરના સમયગાળા દરમિયાન ઝરમર વરસાદના રૂપે પડતાં વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).