Face Of Nation 06-05-2022 : પાક.ના નવા પીએમ શાહબાઝ તેમની પ્રથમ વિદેશયાત્રા પર સાઉદી અરબ દેવું ચૂકવવાની મુદત વધારવા અને નવી લોનની અપીલ સાથે પહોંચ્યા હતા. હાલ અમેરિકા અને ચીન પાસેથી પાક.ને આર્થિક મદદ મળી રહી નથી. તો બીજીતરફ પાકિસ્તાનની શાહબાઝ સરકાર માટે ખાલી સરકારી ભંડોળ આફતનું કારણ બની શકે છે. પાક. સરકારના નાણામંત્રી મિફતાહ ઈસ્માઈલે સાઉદી અરબની સરકારને અપીલ કરી હતી કે તે સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન (એસબીપી)માં જમા કરેલા 23 હજાર કરોડ રૂ.ની ડિપોઝિટ ન ઉપાડે. ખરેખર પાક.નો વિદેશી હૂંડિયામણ રિઝર્વ ઘટીને 78 હજાર કરોડ રૂ. જ રહી ગયો છે. એવામાં પાક.ને આયાત બિલ ચૂકવવા માટે વિદેશી હૂંડિયામણ રિઝર્વને જાળવી રાખવી પડશે. પાક.ને ખાણી-પીણીની વસ્તુઓ માટે આ વિદેશી હૂંડિયામણ ભંડારની જરૂર છે. નવેમ્બર 2021માં જ્યારે પાકિસ્તાનનો વિદેશી હૂંડિયામણ રિઝર્વ 50 હજાર કરોડની આજુબાજુ હતો ત્યારે ઈમરાન સરકારને સાઉદીએ આ આર્થિક મદદ આપી હતી. પણ તે છ મહિના માટે જ હતી. ખરેખર પાક.ને ચીને વાયદો છતાં 19 હજાર કરોડ રૂ.ની મદદ કરવા ઇનકાર કરી દીધો છે.
પાકિસ્તાનમાં 10 કિલો લોટ 900 રૂપિયા
પાક.માં મોંઘવારી આકાશને આંબી રહી છે. અહીં 10 કિલો લોટ લગભગ 900 રૂ.માં મળી રહ્યો છે. દૂધ 150 રૂ. પ્રતિ લિટરના હિસાબે વેચાઈ રહ્યું છે. અહીં ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર 17 ટકાથી વધુ છે. પાક.માં હાલ મોંઘવારી દર લગભગ છેલ્લાં 70 વર્ષમાં સૌથી રેકોર્ડ સ્તરે છે. અહીં મોંઘવારી દર 13.4 ટકા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી ગયા છે. પેટ્રો પદાર્થોના ભાવમાં ગત 6 મહિનામાં 28.8 ટકાનો વધારો થયો છે. લોકોમાં રોષ વધી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).