Home Gujarat 15 દિવસ બાદ 1 દર્દીનું મોત; ગુજરાતમાં કોરોનાના 27 નવા કેસ નોંધાયા,...

15 દિવસ બાદ 1 દર્દીનું મોત; ગુજરાતમાં કોરોનાના 27 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 19 કેસ; 19 દર્દી થયા સાજા, રિક્વરી રેટ 99.10% પર!

Face Of Nation 07-05-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 નવા કેસ નોંધાયા છે અને 19 દર્દી સાજા થયા છે. રાજ્યમાં 16 દિવસ બાદ એક દર્દીનું મોત થયું છે. ખેડામાં એક દર્દીએ જીવ ગુમાવવો પડ્યો છે. આજે અમદાવાદમાં 5 અને વડોદરામાં 5, નવસારીમાં 2 તથા સુરત શહેર, રાજકોટ શહેર અને ભાવનગરમાં 1-1 એમ કુલ 14 કેસ નોંધાયા છે. તો આજે 30 જિલ્લા અને 4 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
21મી એપ્રિલે એક દર્દીનું મોત થયું હતું
6મી મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત રહ્યું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યનો રિક્વરી રેટ 99.10 ટકાએ સ્થિર રહ્યો છે. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29મી માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં 125 એક્ટિવ કેસ, તમામની હાલત સ્થિર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 443ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 944 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 401 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 125 એક્ટિવ કેસ છે, એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી અને તમામ 125 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).