Home News પંજાબમાં લીંબુ કૌભાંડ : જેલરે ખોટેખોટા 50 કિલો લીંબુનો આપ્યો ‘ઓર્ડર’, જેલમાં...

પંજાબમાં લીંબુ કૌભાંડ : જેલરે ખોટેખોટા 50 કિલો લીંબુનો આપ્યો ‘ઓર્ડર’, જેલમાં ‘એક પણ ‘લીંબુ’ કેદી સુધી ન પહોંચ્યું અને 50 કિલો લીંબુનું મૂક્યું બિલ!

Face Of Nation 08-05-2022 : અત્યાર સુધીમાં તમે મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ દ્વારા લાખો-કરોડોના કૌભાંડ વિશે ઘણું સાંભળ્યું હશે. પરંતુ હવે પંજાબમાંથી એક અનોખું કૌભાંડ બહાર આવ્યું છે. જ્યાં જેલમાં લીંબુનું કૌભાંડ થયું હતું. આ આખો મામલો કપૂરથલા મોર્ડન જેલનો છે. તો બીજીતરફ જેલ અધિક્ષક ગુરનામ લાલે તેમના બિલમાં ઉલ્લેખ કર્યો હતો કે રેશન ખરીદીમાં 50 કિલો લીંબુ ખરીદવામાં આવ્યા હતા. બજારમાં લીંબુનો ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોથી વધુ હતો ત્યારે આ બિલ વિભાગને મોકલવામાં આવ્યું હતું. પરંતુ લીંબુ જેલના કેદીઓ પણ નસીબદાર ન હતા. જ્યારે પેનલ તપાસ માટે જેલમાં પહોંચી તો જેલરની આખી પોલ ખુલી ગઇ હતી. તો બીજીતરફ આ મામલો સામે આવતા જ તમામ મોટા અધિકારીઓ એક્શનમાં આવી ગયા છે. પંજાબના એડીજીપી વિરેન્દ્ર કુમારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “કપૂરથલા મોર્ડન જેલ સુપ્રિટેન્ડન્ટે જેલના કેદીઓને યોગ્ય ભોજન આપવામાં આ ગડબડ કરી છે. આ મામલો સામે આવતા જ જેલ અધિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).