Face Of Nation:રાજ્ય હવામાન ખાતા તરફથી આ વર્ષે ચોમાસુ 100 ટકા રહેશે તેવી આગાહી થતાં ખેડૂતો સહિત ગુજરાતીઓ ખુશ થઇ ગયા હતાં. પરંતુ હજુ સુધી બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારમાં વરસાદ ન પડવાથી જગતનો તાત કહેવાતા ખેડૂત ચિંતામાં મુકાયા છે.
રાજ્યમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી થતાં ખેડૂતો સહિત બનાસકાંઠાવાસીઓ પણ ખુશ થઇ ગયા હતાં. પરંતુ હજુ સુધી બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારમાં વરસાદ ન પડવાથી જગતનો તાત કહેવાતા ખેડૂત ચિંતામાં મુકાયા છે. બનાસકાંઠામાં ગતવર્ષે પાછોતરા વરસાદથી દુષ્કાળના ડાકલાં વાગ્યા હતા. સરકારે પણ 14 તાલુકાઓમાંથી 11 તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરી, રાહત મદદની સરવાની વહાવી હતી.
જોકે ચાલુ વર્ષે પણ બનાસકાંઠાના મોટા ભાગના તાલુકાઓ હજુ કોરા ધાકોર છે. ખેડૂતોએ વરસાદની આસથી ક્યાંક વાવણી પણ કરી છે. જિલ્લાનાં ત્રણ ડેમો ખાલી છેં પશુઓને પૂરતા પાણીની ચિંતા ખેડૂતોને સતાવી રહી છેં.