Home Uncategorized “વિક્ટ્રી ડે”ની ઉજવણી : રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 9મી મેનાં રોજ યુક્રેન વિરૂદ્ધ...

“વિક્ટ્રી ડે”ની ઉજવણી : રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 9મી મેનાં રોજ યુક્રેન વિરૂદ્ધ યુદ્ધની કરી શકે છે જાહેરાત!

Face Of Nation 09-05-2022 : રશિયા દર વર્ષે નવમી (સોમવારે) મેનાં રોજ વિક્ટ્રી ડેની ઉજવણી કરે છે. સેકન્ડ વર્લ્ડ વોરમાં આ દિવસે જ રશિયન સેનાએ હિટલરની નાઝી આર્મીને હરાવી હતી. મીડિયા રિપોટ્સનો દાવો છે કે આ દિવસના મહત્વને જોતા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 9 મેનાં રોજ યુક્રેન વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી શકે છે. હજુ સુધી રશિયા યુક્રેન પરના હુમલાને માત્ર ‘સ્પેશિયલ ઓપરેશન’ કહેવાય છે. જો કે દુનિયાની નજરે આ માત્ર ટેક્નિક મામલો છે, કેમકે યુક્રેન પર રશિયાનો હુમલો સીધી રીતે ‘ફુલ સ્કેલ વોર’ની છે. બીજી તરફ યુક્રેનને પશ્ચિમી દેશોની સતત મદદ મળી રહી છે. હવે યુક્રેનની આર્મીને તુર્કીમાં બનેલા 12 બેયરેકતાર ટીબી-2 ડ્રોન મળ્યા છે. છેલ્લાં 8 વર્ષમાં તુર્કીએ 400થી વધુ બેયરેકતરા ટીબી-2 ડ્રોન ડેવલપ કર્યા છે અને તેમાંથી 96 વેંચી નાખ્યા છે. આ ડ્રોનને ઘણાં જ એડવાન્સ માનવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).