Face Of Nation 09-05-2022 : રશિયા-યુક્રેન વચ્ચેની જંગ બે મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે. સતત બોમ્બમારા વચ્ચે યુક્રેનના શહેરોથી દુનિયાનું કોમ્યુનિકેશન તૂટી ગયું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઘણું નુકસાન થયું છે. આ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું જેકેટનું ઓકેશન થયું છે. આ ઓક્શનમાં જે ફંડ એકઠું થયું છે તેને યુક્રેનમાં ફસાયેલા લોકોની મદદ કરવામાં આવશે. લંડનમાં આયોજિત કરવામાં આવેલા એક ચેરિટી ઓક્શનમાં ઝેલેન્સ્કીનું જેકેટ લગભગ 84 લાખ 60 હજાર ($ 1,10,000)માં વેચાયું. આ ઓક્શન લંડન સ્થિત યુક્રેન એમ્બેસીએ ઓર્ગેનાઈઝ કર્યું હતું.
પ્રધાનમંત્રી જોનસને યુક્રેનની મદદ માટે અપીલ કરી હતી
મીડિયા રિપોર્ટ મુજબ જેકેટની પહેલાં કિંમત 47 લાખ રાખવામાં આવી હતી. જે બાદ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને લોકોને વધુને વધુ કિંમત ખરીદવાનો આગ્રહ કર્યો હતો. જેનાથી યુક્રેનમાં ફસાયેલા લોકોની મદદ કરી શકાય. તેમને કહ્યું- યુક્રેનને સપોર્ટ કરો, કે જેથી બીજી વખત કોઈ કીવ પર હુમલો ન કરી શકે અને યુક્રેન હંમેશા આઝાદ દેશ બની રહે.
યુદ્ધનો વિરોધના સિમ્બોલનું પણ થયું હતું ઓક્શન
યુક્રેનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જંગના મહત્વને શેર કરતાં કહેવાયું હતું કે- છઠ્ઠી સદીમાં યુરોપમાં એક ગ્રુપે સ્લાવ જેને સૂરજનું પ્રતિક માનવામાં આવતું હતું. સાથે જ ઘડિયાળનું પણ કામ કરતું હતું. યુક્રેનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જંગના મહત્વને શેર કરતાં કહેવાયું હતું કે- છઠ્ઠી સદીમાં યુરોપમાં એક ગ્રુપે સ્લાવ જેને સૂરજનું પ્રતિક માનવામાં આવતું હતું. સાથે જ ઘડિયાળનું પણ કામ કરતું હતું. ઓક્શનમાં ચાઈનીઝ માટીથી બનેલું વાસિલકીવ જગનું પણ ઓક્શન થયું. મુર્ગાના આકારનો આ જગ કીવના બોરોડિએન્કા વિસ્તારમાં રશિયન બોમ્બમારા અને તબાહી વચ્ચે બચી ગયું હતું. જેને એક મહિલાએ કીવની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને ગિફ્ટ કર્યું હતું.
રાષ્ટ્રપતિના સાઈનવાળા બોલની પણ હરાજી થઈ
ઝેલેન્સ્કીના સાઈનવાળી એક બોલની ઓનલાઈન હરાજી થશે. મેજર લીગ બેસબોલ (MLB)ના આ બોલ પર રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ 2019માં ન્યૂયોર્કની યાત્રા દરમિયાન સાઈન કરી હતી. જાણકારી મુજબ બોલ ઘણી સારી સ્થિતિમાં છે અને ઓછામાં ઓછા 15 હજાર ડોલરમાં એટલે કે 11 લાખ 47 હજારથી વધુની કિંમતમાં વેચાશે. ન્યૂયોર્કના આરઆર ઓક્શન હાઉસે જણાવ્યું કે હરાજી 11 મે સુધી થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).