Home News BSFએ અમૃતસરમાં પાકિસ્તાનથી આવતા “ડ્રોન”ને તોડી પાડ્યું, લગભગ 11 કિલો જપ્ત કરાયું...

BSFએ અમૃતસરમાં પાકિસ્તાનથી આવતા “ડ્રોન”ને તોડી પાડ્યું, લગભગ 11 કિલો જપ્ત કરાયું “હેરોઈન”, ડ્રોનને નષ્ટ કરવા કર્યાં 8 રાઉન્ડ ફાયરિંગ!

Face Of Nation 09-05-2022 : બોર્ડર સિક્યોરિટી ફોર્સે પંજાબના અમૃતસરમાં હેરોસઈન લઈને જઈ રહેલા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. આ ડ્રોનને તોડી પાડવા આઠથી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને અંતે તે નષ્ટ થતાં BSFને મોટી સફળતા મળી હતી. BSFએ સોમવારે આ જાણકારી આપી હતી. આ ડ્રોન સાથે હેરોઈનના નવ પેકેટો જપ્ત કર્યા છે અને સીમા પારથી દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને હેરોઈનના જે 9 પેકેટો મળી આવ્યા હતા તેનું વજન આશરે 10 કિલોથી વધુ છે. હેરોઈનનો આટલો મોટો જથ્થો મળ્યા બાદ BSFની સાથે અન્ય એજન્સીઓના અધિકારીઓ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ પહેલા BSFએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાની ડ્રોનની હિલચાલની જાણ થતાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે એક અધિકારી માહિતી આપી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).