Face Of Nation 09-05-2022 : યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા આજે પોતાનો 77મો વિજય દિવસ મનાવી રહ્યું છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું કે પશ્ચિમી દેશ ક્રીમિયા સહિત રશિયા પર આક્રમણની તૈયારી કરી રહ્યા હતા એટલા માટે યુક્રેન પર હુમલો કરવો જરુરી બની ગયો હતો. વિક્ટ્રી ડે પર લોકોને સંબોધિત કરતા પુતિને કહ્યું- નાટો આપણી સરહદ પર જોખમ ઉભુ કરવા માંગતુ હતું. રશિયન સેના યુક્રેનમાં પોતાની માતૃભૂમીની રક્ષા કરી રહી છે. રશિયન સેનાએ પશ્ચિમી દેશોની નીતિઓ વિરુદ્ધ યોગ્ય સમય પર અને આવશ્યક જવાબી કાર્યવાહી કરી છે. તો બીજીતરફ રશિયાએ સેકેન્ડ વર્લ્ડ વોરમાં 9મી મેએ એટલે આજે જ હિટલરની નાઝી સેનાને હરાવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).