Face Of Nation 10-05-2022 : ઈન્ડિગો એરલાઈન્સના કર્મચારીઓની ઉદ્ધત વર્તણૂંકને લઈને વિવાદ સર્જાયો છે. લોકો સોશિયલ મીડિયા પર એરલાઈનની ઝાટકણી કાઢી રહ્યા છે અને તેના કારણે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી પણ એક્શનમાં આવ્યા છે. ઈન્ડિગો એરલાઈનના કર્મચારીઓ શનિવારે રાંચી એરપોર્ટ પર એક દિવ્યાંગ બાળકને ફલાઈટમાં એન્ટ્રી આપી નહોતી. આ બાળકન માતા પિતા પણ તેની સાથે હતા. એરલાઈને બાળકની વર્તણૂંકને બીજા પેસેન્જરો માટે ખતરારૂપ ગણાવી હતી. ખુદ અન્ય મુસાફરોએ બાળકને એન્ટ્રી આપવા માટે અપીલ કરી હતી પણ એરલાઈનના કર્મચારીઓ એકના બે થયા નહોતા.
‘હું પોતે આ મામલાની તપાસ કરી રહ્યો છું’
આ ઘટનાએ ભારે ઉહાપોહ જગાવ્યા બાદ હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ છે કે, આ મામલાની તમામ તપાસ મારી નજર હેઠળ થશે. આ પ્રકારની વર્તણૂંક ચલાવી નહીં લેવાય. હું પોતે આ મામલાની તપાસ કરી રહ્યો છું. બીજી તરફ ડાયરકેટર જનરલ ઓફ સિવિલ એવિએશને પણ એરલાઈિને રિપોર્ટ આપવા માટે કહ્યુ છે. અધિકારીઓનુ કહેવુ હતુ કે, શનિવારે આ બાળકને ફ્લાઈટમાં ચઢતા રોકી દેવાયો હતો અને તેના માતા પિતાએ પણ વિમાનની મુસાફરી નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આ મામલામાં ઈન્ડિગો પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).