Face Of Nation 10-05-2022 : ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ સામે ઘણા સમયથી નારાજગીના સૂર ઉઠી રહ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસના ટોચના નેતૃત્વથી નારાજ છે તે વાત જગજાહેર છે, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસે વધુ એક નેતા ગુમાવ્યા છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મણિનગરની બેઠક પરથી ચૂંટણી લડનારા કોંગ્રેસના મહિલા ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ શ્વેતા બ્રહ્મભટ્ટે રાજીનામું આપવાનું કારણ સાથે સોશિયલ મીડિયામાં પત્ર શેર કર્યો છે, જેમાં તેમણે ગુજરાત કોંગ્રેસમાં પોતાની અવગણના તથા પાર્ટીના કેટલાક નેતાઓ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે.
18મી એપ્રિલે મોદી સાથે મુલાકાત કરી હતી
વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મણિનગર વિધાનસભા ચૂંટણી લડનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 18મી એપ્રિલે રાજભવનમાં મળ્યાં હતાં. પ્રધાનમંત્રીને તેમના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મળનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ આગામી સમયમાં ભાજપમાં જોડાશે એવી અટકળો તેજ બની હતી. આ મુદ્દે નરેન્દ્ર બ્રહ્મભટ્ટનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, તેઓ મોદીના ચાહક હોવાથી તેમને મળ્યાં હતાં. ભાજપમાં જોડાવવાનો કોઈ પ્રશ્ન નથી.
કોંગ્રેસે મણિનગર બેઠક પર સીધી ટિકિટ આપી હતી
અમદાવાદ મ્યુનિ.માં કોંગ્રેસના 2000થી 2005ના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન રહેલા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ પણ મોદીને મળ્યા હતા. નરેન્દ્ર બ્રહ્મભટ્ટનાં પુત્રી શ્વેતા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યાં હતાં. તેમણે મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી અને ચૂંટણી હારી ગયાં હતાં. શ્વેતાએ હાયર એજ્યુકેશનમમાં સારો દેખાવ કર્યો હોવાથી કોંગ્રેસે તેમને સીધી ટિકિટ આપી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Politics “અસલી રાજનીતિ” : પ્રધાનમંત્રી સાથે “મુલાકાત”ના 21 દિવસમાં કોંગ્રેસ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટનું...