Home Politics સ્પષ્ટતા : રાજકોટ એરપોર્ટ પર નરેશ પટેલે કહ્યું- “કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે નહીં”,...

સ્પષ્ટતા : રાજકોટ એરપોર્ટ પર નરેશ પટેલે કહ્યું- “કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે નહીં”, 4 MLA સાથે દિલ્હી એરપોર્ટ પર થઇ હતી મુલાકાત!

Face Of Nation 10-05-2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકીય પ્રવેશ વિશે લાંબા વખતથી ચાલી રહી છે. ટાયરે ગઈકાલે તેઓ દિલ્હી ગયા હતા અને એવી પણ વાત સામે આવી હતી કે તેમણે કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ સાથે બેઠક કરી છે. આ અંગે ખુલાસો કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારી કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે નહીં, કોંગ્રેસના જ 4 MLA સાથે દિલ્હી એરપોર્ટ પર મુલાકાત થઇ હતી.
શનિવાર સુધીમાં ખોડલધામ સમિતીનો સર્વે પૂર્ણ થશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખાસ તો કોંગ્રેસના ધારાસભ્યોની ઇચ્છા છે કે હું કોંગ્રેસમાં જોડાઉં. બાકી મારે કોઇ સાથે વાતચીત થઇ નથી. હા, એ વાત સાચી છે કે અમે મળ્યા એ અંગે ધારાસભ્યો આજે દાહોદમાં રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવાના હતા. પરંતુ મારો કોઈએ સંપર્ક કર્યો નથી. શનિવાર સુધીમાં ખોડલધામ સમિતીનો સર્વે પૂર્ણ થશે. એટલે હું આગામી 17મી થી 27મી મે સુધીમાં રાજકારણમાં પ્રવેશ કરવો કે નહિ તે અંગેનો નિર્ણય જાહેર કરીશ.
ક્યા પક્ષ સાથે જોડાશે તે વિશે રાજકીય ઉત્તેજના
અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે ખોડલધામની રાજકીય કમિટી ઉપરાંત રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર મારફત પણ સર્વે કરાવ્યો છે અને આ બંને સર્વેના સંકલીત તારણના આધારે જ તેઓ રાજકીય નિર્ણય લેવાના છે. અત્યાર સુધીમાં તેઓ દ્વારા ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આપના નેતાઓ સાથે પણ એકથી વધુ વખત બેઠક કરવામાં આવી જ છે. તેઓ ક્યા પક્ષ સાથે જોડાશે તે વિશે જબરી રાજકીય ઉત્તેજના છે. હવેનું એક સપ્તાહ રાજકીય ઉત્તેજનાભર્યુ બનવાનું મનાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).