Home Sports IPL-2022: ‘ગુજરાત પ્લેઓફમાં પહોંચનારી પહેલી’ ટીમ, ગુજરાતે લખનઉને કચડ્યું, લખનઉની ટીમ 82...

IPL-2022: ‘ગુજરાત પ્લેઓફમાં પહોંચનારી પહેલી’ ટીમ, ગુજરાતે લખનઉને કચડ્યું, લખનઉની ટીમ 82 રનમાં જ ખખડી, ગુજરાતે લખનઉને 62 રને હરાવ્યું!

Face Of Nation 10-05-2022 : IPL 15ની 57મી મેચ ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. 145 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી લખનઉની ટીમનો સ્કોર 13 ઓવર સુધી 70/9 છે. કેપ્ટન કે.એલ.રાહુલ 8 રન બનાવી આઉટ થયો છે. ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા છે. શુભમન ગિલે સિઝનની ચોથી ફિફ્ટી ફટકારી અણનમ 63 રન બનાવ્યા છે. લખનઉ તરફથી ફાસ્ટ બોલર આવેશ ખાને સૌથી વધુ બે વિકેટ લીધી હતી. ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી. રિદ્ધિમાન સાહા 11 બોલમાં 5 રન બનાવીને મોહસીન ખાનનો શિકાર બન્યો હતો. આવેશ ખાને મેથ્યુ વેડ અને કેપ્ટન હાર્દિક પંડ્યાને સસ્તામાં પેવેલિયન ભેગા કર્યા હતા. ડેવિડ મિલર 26 રન બનાવીને જેસન હોલ્ડરના બોલ પર આયુષ બદોનીના હાથે કેચ આઉટ થયો હતો.
સતત 2 મેચ હારી ગઈ છે ગુજરાત ટાઈટન્સ
ગુજરાત ટાઇટન્સ આ સિઝનની સૌથી કંન્સીસ્ટેંટ ટીમ રહી છે. જો કે છેલ્લી બે મેચ હાર્યા બાદ તે થોડી મુશ્કેલીમાં જોવા મળી રહી છે. પંજાબની સામે, હાર્દિકે જાણીજોઈને ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું, જેથી તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેની ટીમનું સંતુલન ચકાસી શકે. GT બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શનને કારણે, PBKS લગભગ 16 ઓવરમાં ટાર્ગેટનો પીછો કરી લીધો. મુંબઈ સામે, ટીમે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ તે 5 રનથી મેચ હારી ગઈ. ગુજરાતનું પ્લેઓફ રમવાનું લગભગ નિશ્ચિત હોવાથી ટીમ કેટલીક મેચો જીતીને આત્મવિશ્વાસનું સ્તર વધારવા માંગે છે. પ્રથમ મેચમાં લખનઉ પર ગુજરાતનું પલડું ભારે હતું અને આજની મેચમાં પણ ટીમ જીત નોંધાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).