Face Of Nation 11-05-2022 : પહેલી જુલાઇ, 2021ના રોજ રાત્રે પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 દોષિત જાહેર કર્યા છે અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે.
પોલીસે 26 આરોપીની ધરપકડ કરી હતી
પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ કેસનો જુગરધામ પર દરોડો પાડીને 26 જુગારીને ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, 4 વિદેશી મહિલા સહિત કુલ 7 મહિલા સહિત 26 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જુગારધામ પરથી 3.89 લાખ રોકડા 25 મોબાઈલ, લેપટોપ, 8 લક્ઝુરિયસ કાર સહિત 1.15 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો.
રિસોર્ટનો પરવાનો રદ કરવાનો હુકમ
ચુકાદામાં સજા પામેલા 26 પૈકી 24 આરોપીઓ સજા સમયે હાજર રહ્યા હતા. કોર્ટે કલમ 4 મુજબ 2 વર્ષની સજા, 3 હજારનો દંડ, કલમ 5 મુજબ 6 માસની સજા 1 હજારનો દંડ કર્યો છે. કોર્ટે આરોપીઓને સજા સાથે જીમીરા રિસોર્ટનો પરવાનો રદ કરવાનો હુકમ કર્યો છે. ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી માતરના ધારાસભ્ય છે અને બે ટર્મથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા છે.
જુગારધામ અમદાવાદનો શખસ ચલાવતો
પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે જીમીરા રિસોર્ટમાં અમદાવાદનો હર્ષદ વાલજી પટેલ જુગારધામ ચલાવતો હતો. જુગારમાં રોકડ રૂપિયાના વ્યવહાર સામે પ્લાસ્ટિકના કોઈનનો ઉપયોગ કરતો હતો. ઝડપાયેલી મહિલાઓ જોકી તરીકે કામ કરતી હતી. જે જુગાર રમતા લોકોને તાસના પત્તાં વહેંચવા સહિત કોઈનની વહેંચણી કરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).