Home World અમેરિકન સ્ટાર એમ્મા ચેમ્બલિનના ગળામાં ભારતીય હાર, પટિયાલાના મહારાજાનો ચોરાયેલો વિશ્વનો 7મો...

અમેરિકન સ્ટાર એમ્મા ચેમ્બલિનના ગળામાં ભારતીય હાર, પટિયાલાના મહારાજાનો ચોરાયેલો વિશ્વનો 7મો સૌથી મોટો હીરો મેટ ગાલા ઈવેન્ટમાં મળ્યો જોવા!

Face Of Nation 11-05-2022 : તાજેતરમાં જ મેટ ગાલા ઇવેન્ટ યોજાઈ ગઈ હતી. આ ઇવેન્ટમાં અમેરિકન સ્ટારે પહેરેલા નેકલેસે ભારતીયોનું ધ્યાન ખેંચ્યું હતું. હીરાનો આ નેકલેસ ઘણો જ કિંમતી છે. આ અંગે કહેવાય છે કે નેકલેસમાં દુનિયાનો સાતમો સૌથી મોટો હીરો જડવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં આ તસવીર વાઇરલ થતાં ઇન્ડિયન સોશિયલ મીડિયા યુઝર્સે આ નેકલેસ ચોરીનો હોવાનું કહ્યું હતું. કહેવાય છે કે, આ નેકલેસ પટિયાલાના મહારાજા ભૂપિંદર સિંહનો છે. 1948માં અચાનક જ આ નેકલેસ ગુમ થઈ ગયો હતો.
દુનિયાનો સાતમો સૌથી મોટો હીરો ડી બીમર્સ લગાવ્યો
આ ઐતિહાસિક નેકલેસ પટિયાલાના મહારાજાએ 1928માં બ્રિટિશ કંપની કાર્ટિયર પાસે તૈયાર કરાવ્યો હતો. નેકલેસમાં દુનિયાનો સાતમો સૌથી મોટો હીરો ડી બીમર્સ લગાવ્યો હતો. 1948માં ગુમ થયા બાદ આ નેકલેસ 50 વર્ષ પહેલાં લંડનમાં જોવા મળ્યો હતો. તો બીજીતરફ કાર્ટિયરે જ આ શોધ્યો હતો, પરંતુ તે વખતે નેકલેસમાંથી ડી બીમર્સ સહિત મોટાભાગના કિંમતી હીરા તથા રત્નો નીકળી ગયા હતા. એમ્મા ચેમ્બરલિન આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે. કહેવાય છે કે કંપનીએ ફરી એકવાર આ નેકલેસ બનાવ્યો અને પ્રમોશન માટે એમ્માને પહેરાવ્યો હતો.
મેટ ગાલામાં અમેરિકન યુટ્યૂબર જોવા મળી હતી
અમેરિકન યુ ટ્યૂબર એમ્મા ચેમ્બલિન મેટ ગાલા ઇવેન્ટમાં જોવા મળી હતી. અહીંયા તેણે આ જ નેકલેસ પહેર્યો હતો. અહીંયા આ ઐતિહાસિક નેકલેસ પર તમામનું ધ્યાન ખેંચાયું હતું. કહેવાય છે કે આ નેકલેસ મહારાજા ભૂપિંદર સિંહે ખાસ પોતાના માટે તૈયાર કરાવ્યો હતો. આ નેકલેસમાં હીરા તથા અન્ય રત્નો હતા. મહારાજાએ આ નેકલેસ પછી પોતાના દીકરા યુવરાજ યદવિંદ્ર સિંહને આપ્યો હતો.
મહારાજાએ 10 લગ્ન કર્યા, ઉપરાંત 300થી વધુ રાણીઓ હતી
પટિયાલાના મહારાજા ભૂપિંદર સિંહનું જીવન ઐય્યાશીથી ભરપૂર હતું. તેમને ભારતના સૌથી ઐય્યાશ રાજા કહેવામાં આવતા હતા. તેમને મોંઘા કપડાં તથા ઘરેણાંનો શોખ હતો. તેમણે 10 લગ્ન કર્યા હતા. આ ઉપરાંત તેમને 300થી વધુ રાણીઓ હતી. કહેવાય છે કે ભૂપિંદર સિંહ આ રાણીઓ સાથે ન્યૂડ પાર્ટી કરતા હતા. આ પાર્ટીમાં લોકો કપડાં પહેર્યા વગર આવતા હતા. મહારાજા પણ એ જ રીતે આવતા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).