અજાણ્યા શખ્સોએ પથ્થર મારી હત્યા કરી, હત્યા પહેલા યુવાનનો અંતિમ વીડિયો વાઇરલ
વીડિયોમાં કહ્યું મારે મુસ્લિમ ધર્મ પાળવો છે અને સારી છોકરી સાથે લગ્ન કરવા છે
Face Of Nation:ઉનાના નવાબંદર રોડ પર આવેલા રામપરાના ખારા વિસ્તારમાં રહેતા રમેશ ભગાભાઇ સોલંકી નામના યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. પથ્થરોના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ કાર પાછળ બાંધી 200 મીટર ઢસડી લાશને ફેંકી દીધી હતી. હત્યા પાછળ યુવાને ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવાની ઇચ્છા હતી. આથી અજાણ્યા શખ્સોએ તેની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
હત્યા પહેલાનો યુવાનનો વીડિયો વાઇરલ
આજે સવારે લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. હત્યા પહેલા આ યુવાનનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તે બોલી રહ્યો છે કે, મારે હવે મુસ્લિમ ધર્મ પાળવો છે અને મુસ્લિમ ધર્મની સારામાં સારી છોકરી સાથે લગ્ન કરવા છે અને હું અનુભવી છું. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી. આ યુવાન માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.