Home World પૂરાવા : એલિયનના ઘરનો દરવાજો છે અથવા કોઈ સુરંગ, ‘NASA’ના ક્યુરિયોસિટી રોવરે...

પૂરાવા : એલિયનના ઘરનો દરવાજો છે અથવા કોઈ સુરંગ, ‘NASA’ના ક્યુરિયોસિટી રોવરે પથ્થરમાં મંગળ પર એક ચોંકાવનારો શોધ્યો “દરવાજો”!

Face Of Nation 12-05-2022 : મંગળ ગ્રહ પર ઘણી વખત વિચિત્ર ઘટનાઓ જોવા મળે છે. હવે અમેરિકન એજન્સી નાસાના ક્યુરિયોસિટી રોવરે પથ્થરમાં એક ચોંકાવનારો દરવાજો શોધ્યો છે. એવું લાગે છે કે જાણે પથ્થરને કાપીને તેની અંદર દરવાજો બનાવવામાં આવ્યો હોય. આ દરવાજાની અંદર શું છે એ તો અત્યારે ખબર નથી પડી, પરંતુ એને જોઈને એવું લાગે છે કે, જાણે તેની અંદર કોઈ જીવ રહે છે. નાસાની આ તસવીર ચોંકાવનારી છે.
ઘરનો દરવાજો છે અથવા કોઈ સુરંગ
7મી મે 2022ના રોજ માર્સ ક્યુરિયોસિટી રોવરના માસ્ટકેમ એ આ તસવીર લીધી છે. તસવીર બ્લેક એન્ડ વ્હાઈટ મળી હતી. જોકે ત્યાર પછી તેમાં નાસાના વૈજ્ઞાનિકોએ કલર ઈફેક્ટ આપી છે. શરૂઆતમાં તો નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, તેમને લાગ્યું કે મંગળ ગ્રહના કેન્દ્રમાં જવાનો રસ્તો મળી ગયો છે અથવા આ કોઈ નાના એલિયનના ઘરનો દરવાજો છે અથવા કોઈ સુરંગ છે. અમુક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ મંગળ ગ્રહ પર ભૂકંપ આવવાને કારણે પથ્થર તૂટતા બનેલી આકૃતિ છે અથવા પથ્થર પર કોઈ પ્રકારનું દબાણ કે ખેંચાણ થયું હોય તો આ પ્રમાણેનો દરવાજો પડી શકે છે. કારણ કે આ વર્ષે 4 મેના રોજ મંગળ ગ્રહ પર ભયાનક ભૂકંપ આવ્યો હોવાની માહિતી મળી હતી. શક્ય છે કે ભૂકંપને કારણે આ પથ્થરમાં આવું થયું હશે.
પથ્થરની વચ્ચે બનેલો એક ખાડો
અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પથ્થરની વચ્ચે બનેલો એક ખાડો છે. જે કોઈક રીતે લાલ માટીથી ભરેલો હશે. ભૂકંપ આવતાં આ માટી ખરી પડી હશે અને દરવાજા જેવું દેખાવા લાગ્યું છે. જોકે એલિયનના ઘણો આ દરવાજો ખૂબ નાનો છે ઉપરાંત તસવીર પરથી આકારનો પણ ચોક્કસ ખ્યાલ નથી આવતો.આ દરવાજો જે જગ્યાએ મળ્યો છે તેને ગ્રીનહ્યુ પેડિમેન્ટ કહે છે. જેની તસવીર 7મી મે 2022ના રોજ ક્યુરિયોસિટી રોવરના માસ્ટકેમથી લેવામાં આવી છે. નાસાએ કહ્યું કે, છેલ્લાં અમુક વર્ષોમાં મંગળગ્રહ પર આવેલા લેન્ડર્સ અને રોવર્સે થોડી વિચિત્ર પણ ખૂબ શાનદાર તસવીરો મોકલી છે. આ તસવીરોમાં બરફથી ભરેલા ખાડા, અલગ અલગ પ્રકારના પથ્થર અને પહાડો સહિત ઘણુંબધું છે તસવીરોમાં. સામાન્ય રીતે મંગળ ગ્રહ પરથી આવતી આ પ્રકારની તસવીરોને લોકો એલિયન સાથે જોડી દે છે. જોકે નાસાનું કહેવું છે કે, આપણે આ પ્રકારની વાતોથી દૂર રહેવું જોઈએ. જ્યાં સુધી કોઈ વસ્તુની ચોક્કસ તપાસ ના થાય ત્યાં સુધી તે વિશે અફવા ઉડાવવી યોગ્ય નથી.
નાસા સતત આવી વસતુઓની તપાસ કરી રહ્યું
ગયા વર્ષે ચીનના યુતુ-2 રોવરે ચંદ્ર પરથી એક ચૌકોર ક્યુબના આકારની તસવીર મોકલી હતી. જેને એલિયનની ઝૂંપડી કહેવામાં આવી હતી. તપાસ પછી ખબર પડી હતી કે તે માત્ર એક પથ્થર હતો. પ્રકાશના કારણે તેનો આકાર ક્યુબ જેવો લાગતો હતો. એટલે શક્ય છે કે, મંગળ ગ્રહ પર મળેલો આ એલિયનના ઘર જેવો દરવાજો તપાસ પછી કઈક અલગ જ નીકળે. પૂરતી તપાસ ના થાય ત્યાં સુધી નાસાએ આવી તસવીરોનો આનંદ લેવાની સલાહ આપી છે. નાસા સતત આવી વસતુઓની તપાસ કરી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).