Face Of Nation 13-05-2022 : સલમાન ખાનનો સૌથી નાનો ભાઈ સોહેલ ખાન પણ ડિવોર્સ લેવાનો છે. આજ રોજ સોહેલ ખાન મુંબઈની ફેમિલી કોર્ટમાં જોવા મળ્યો હતો. સોહેલે 1998માં સીમા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોહેલ તથા સીમા ખાન ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી માટે આવ્યા હતા. બંનેએ એકબીજા સાથે સહજતાથી વાત કરી હતી.
સીમા ખાન તથા સોહેલને બે દીકરાઓ
સોહેલ ખાન ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ના શૂટિંગ દરમિયાન સીમા સચદેવને મળ્યો હતો. સીમા દિલ્હીની છે. જોકે, ફેશન ડિઝાઇનરમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. સોહેલને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. બંનેએ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. બંને જલ્દીથી લગ્ન કરવા માગતા હતા. જોકે, સીમાનો પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતો. આથી જ બંનેએ ભાગીને અડધી રાત્રે નિકાહ માટે મૌલવીને ઉઠાડ્યા હતા અને પછી નિકાહ કર્યા હતા. નિકાહ બાદ આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. સીમા ખાન તથા સોહેલને બે દીકરાઓ છે.
છેલ્લાં ઘણાં સમયથી અલગ રહે છે
2017માં બંને ડિવોર્સ લેશે તેવી ચર્ચા થઈ હતી. જોકે, તે સમયે બંનેએ ડિવોર્સ લીધા નહોતા અને અલગ થઈ ગયા હતા. વેબ સિરીઝ ‘ધ ફેબ્યુલસ લાઇફ ઑફ બોલિવૂડ વાઇફ’માં સીમા તથા સોહેલ અલગ અલગ રહે છે, તે વાત બતાવવામાં આવી હતી. બંને બાળકો માટે એકબીજાના ઘરે જતા હોય છે. તો બીજીતરફ સીમા ખાને કહ્યું હતું કે તમારી ઉંમર વધે છે, પરંતુ સંબંધો અલગ જ દિશામાં આગળ વધે છે. તેને આ વાતનો કોઈ અફસોસ નથી. તેઓ ખુશ છે અને તેના બાળકો પણ ખુશ છે. સોહેલ તથા તે હવે સાથે નથી, પરંતુ તેઓ એક જ પરિવારના છે. તેઓ સાથે છે.
સોહેલે ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું
20 ડિસેમ્બર, 1970માં જન્મેલા સોહેલે કરિયરની શરૂઆત ડિરેક્ટર તરીકે કરી હતી. તેણે 1997માં ફિલ્મ ‘ઔઝાર’ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન, સંજય કપૂર તથા શિલ્પા શેટ્ટી હતા. ત્યારબાદ તેણે ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ ડિરેક્ટ કરી હતી. 2002માં ‘મૈંને દિલ તુઝકો દિયા’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સમીરા રેડ્ડી હતી.
હુમા કુરૈશી સાથે અફેરની ચર્ચા, અરબાઝે પણ ડિવોર્સ લીધા
સોહેલ ખાન તથા એક્ટ્રેસ હુમા કુરૈશી વચ્ચે અફેર હોવાની ચર્ચા ખાસ્સા સમયથી થઈ રહી છે. જોકે, સોહેલ તથા હુમાએ તેમની વચ્ચે અફેર ના હોવાની સ્પષ્ટતા ઘણીવાર કરી છે. હુમાએ કહ્યું હતું કે સોહેલ તેનો સારો ફ્રેન્ડ છે. તો બીજીતરફ, સલમાનના બીજા ભાઈ અરબાઝ ખાને પણ પત્નીને ડિવોર્સ આપ્યા છે. અરબાઝ તથા મલાઈકાએ 1998માં લગ્ન કર્યા હતા અને 2017માં બંનેના ડિવોર્સ થયા હતા. મલાઈકાના સંબંધો એક્ટર અર્જુન કપૂર સાથે છે, જ્યારે અરબાઝના સંબંધો જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).