Home Sports ‘કિંગ્સ’ પંજાબે 54 રનથી બેંગ્લોરને હરાવ્યું; વિરાટ, ડુપ્લેસિસ અને કાર્તિકનો ફ્લોપ શો,...

‘કિંગ્સ’ પંજાબે 54 રનથી બેંગ્લોરને હરાવ્યું; વિરાટ, ડુપ્લેસિસ અને કાર્તિકનો ફ્લોપ શો, રબાડાએ લીધી 3 વિકેટ, બંને ટીમ પ્લેઓફ રેસમાં હજુ યથાવત!

Face Of Nation 13-05-2022 :  IPL 2022ની 60મી મેચમાં પંજાબ કિંગ્સે 54 રનથી રોયલ ચેલેન્જર બેંગ્લોરને હરાવી દીધું છે. RCBને જીતવા માટે 210 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 155 રન જ કરી શકી અને મેચ ગુમાવી દીધી હતી. આ દરમિયાન પંજાબ કિંગ્સના રબાડાએ 3 વિકેટ લીધી હતી. આ પરિણામ સાથે પંજાબની ટીમ પ્લે ઓફની રેસમાં પરત ફરી છે. પંજાબના 12 મેચમાં 12 પોઈન્ટ છે. જ્યારે બેંગ્લોરના 13 મેચમાં 14 પોઈન્ટ છે અને તે પણ ટોપ-4ની રેસમાં યથાવત છે.
ધવન-બેયરસ્ટો વચ્ચે 60 રનની પાર્ટનરશિપ
ટોસ હાર્યા પછી પંજાબની શરૂઆત સારી રહી હતી અને ઓપનિંગમાં શિખર ધવન અને બેયરસ્ટો વચ્ચે 60 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. જોકે ધવનના આઉટ થયા પછી પણ બેયરસ્ટોએ શાનદાર ફિફ્ટી ફટકારી રન કરવાનું ચાલુ રાખ્યું હતું. આ ઈનિંગમાં બેયરસ્ટોએ 29 બોલમાં 66 રનની ઈનિંગ રમી હતી, જેમાં કુલ 7 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની વિકેટ પછી લિયમ લિવિંગસ્ટોને બાજી સંભાળી અને તેને 42 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગા મારી 70 રન કર્યા હતા. બંને બેટરની શાનદાર ઈનિંગના કારણે પંજાબે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 209 રન કર્યા હતા.
વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય
બેંગ્લોરે ચોક્કસપણે સાત મેચ જીતી છે, પરંતુ નેટ રન રેટ તેના માટે સતત સમસ્યા રહી છે. જો તે બાકી રહેલી બંને મેચ જીતી જશે તો તે સીધી પ્લેઓફમાં પહોંચી જશે. વળી નેટ રન રેટની વાત આવે તો RCB પાછળ રહી શકે છે. જો RCBને તેના નેટ રન રેટમાં સુધારો કરવો હોય તો ટોપ ઓર્ડરથી સારું પ્રદર્શન કરવું જરૂરી રહેશે.
રબાડાની બોલિંગ પંજાબ માટે ગેમ ચેન્જર
દરેક સિઝનમાં એવું જોવામાં આવ્યું છે કે કેટલીક ખૂબ જ અઘરી મેચો જીતનારી આ પંજાબની ટીમ સરળ મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જાય છે. આ વખતે મયંક અગ્રવાલની કેપ્ટનશિપ હેઠળ, પંજાબને પહેલાથી ચાલી રહેલી આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).