Home Gujarat મોંઘવારીનો વધુ એક ડામ : અદાણી બાદ ગુજરાત ગેસના CNGના ભાવમાં 2...

મોંઘવારીનો વધુ એક ડામ : અદાણી બાદ ગુજરાત ગેસના CNGના ભાવમાં 2 રૂપિયા 30 પૈસાનો વધારો, તો PNGમાં 3 રૂપિયા 91 પૈસાનો ઝીંક્યો વધારો!

Face Of Nation 14-05-2022 : પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે. અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNG ગેસના ભાવમાં 2 રૂપિયા 60 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે PNGમાં ભાવમાં 3 રૂપિયા 91 પૈસા વધાર્યા છે. આમ ગુજરાત સરકારની ગેસ કંપની ગુજરાત ગેસ લિમિટેડે CNG ગેસના ભાવમાં રૂ. 2.60 ભાવ વધારો જાહેર કરતાં રાજ્યમાં ગેસનો ભાવ રૂ. 82.16ના સ્તરે પહોંચી ગયા છે. જ્યારે PNG ગેસના ભાવ રૂપિયા 48.50 થયા છે.
CNGમાં અદાણી-ગુજરાત ગેસના ભાવ એક સમાન
ગત મહિનાના પ્રથમ સપ્તાહમાં અદાણી જૂથ દ્વારા CNGની કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. અદાણી ગેસ તરફથી CNGની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં CNGનો નવો ભાવ 79.59 રૂપિયા થયો છે. અમદાવાદમાં CNGનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો. આમ ગુજરાત ગેસના જુના ભાવ 79.56 હતા જે વધીને 82.16 રૂપિયા પ્રતિ કિલો થયા જ્યારે PNGમાં જુના ભાવ 44.14 હતા જે વધી 48.50 રૂપિયા થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).