Face Of Nation 15-05-2022 : અબૂ ધાબીમાં થનાર આઈફા એવોર્ડની 22મી સીઝનને સ્થગિત કરવામાં આવી છે. યૂએઈનાં રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ નાહયાનનાં નિધનના શોકમાં ત્યાં 40 દિવસોનાં શોકની જાહેરાત કરવામાં આવી છે. આ કારણે 19થી 21મી મે 2022નાં રોજ અબૂ ધાબીમાં આયોજિત થનાર IIFA એવોર્ડને સ્થગિત કરવામાં આવ્યો છે. ઇવેન્ટની નવી ડેટ આવી ગઈ છે. ઇવેન્ટનું આયોજન હવે 14થી 16 જુલાઈ વચ્ચે થશે. જણાવી દઈએ કે યૂએઈનાં રાષ્ટ્રપતિ અને અબૂ ધાબીનાં શાસક શેખ ખલીફા બિન નાહયાનનું શુક્રવારે નિધન થયું છે. દુઃખનાં આ સમયમાં યૂએઈમાં 40 દિવસ શોક મનાવવામાં આવશે. આ દરમિયાન ધ્વજ પણ અડધો ઝુકેલો રહેશે.
દ્વીપ પર થવાની હતી ઇવેન્ટ
આ વર્ષે અબૂ ધાબીનાં એક દ્વીપ પર 20મી અને 21મી મેનાં રોજ આ એવોર્ડનું આયોજન થવાનું હતું. આ વર્ષે એવોર્ડ માટે નવ કેટેગરીને સામેલ કરવામાં આવી છે, જેમાં સિનેમેટોગ્રાફિ, સ્ક્રીનપ્લે, ડાયલોગ, એડીટિંગ, કોરિયોગ્રાફી, સાઉન્ડ ડિઝાઈન, સાઉન્ડ મિક્સિંગ, બેકગ્રાઉન્ડ સ્કોર અને સ્પેશિયલ એફેક્ટ્સ શ્રેણી સામેલ છે. આ કાર્યક્રમ સંસ્કૃતિ અને પર્યટન વિભાગ-અબૂ ધાબીનાં સહયોગથી આ અઈલેન્ડમાં આયોજિત થશે.
સુપર સ્ટાર સલમાન ખાન કરવાનાં હતા હોસ્ટ
20મી અને 21મી મેનાં રોજ આયોજિત થનારા આઈફાને સલમાન ખાન, રીતેશ દેશમુખ અને મનીશ પોલ હોસ્ટ કરવાનાં હતા. આ સાથે જ બોલિવુડ સુપરસ્ટાર રણવીર સિંહ, કાર્તિક આર્યન, સારા અલી ખાન, વરુણ ધવન, અનન્યા પાંડે, દિવ્યા ખોસલા કુમાર અને નોરા ફતેહી પણ આ સમારોહમાં પરફોર્મ કરવાનાં હતા. હવે એ જોવું દિલચસ્પ રહેશે કે જુલાઈમાં આયોજિત થનાર આ ઇવેન્ટમાં હવે શું બદલાવ કરવામાં આવશે.
રણવીર સિંહ છે યસ દ્વીપનાં બ્રાન્ડ એમ્બેસેડર
યસ દ્વીપ યૂએઈની રાજધાની અબૂ ધાબી પાસે લગભગ 25 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ છે. અહી મનોરંજનના અમુક એવા સ્થાન છે, જે દુનિયાભરમાં બીજે ક્યાંય નથી. જણાવી દઈએ કે યસ આઈલેન્ડ અબૂ ધાબીએ અભિનેતા રણવીર સિંહને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. દુનિયાને આ શાનદાર દ્વીપની ઝલક બતાવવા માટે રણવીર સિંહે માર્ચમાં ત્યાં જઈને આ દ્વીપનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).