Face Of Nation 15-05-2022 : અદાણી ગ્રૂપે ઓફશોર સ્પેશિયલ પર્પઝ વ્હિકલ મારફતે ભારતની બે અગ્રણી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ લિમિટેડ અને એસીસી લિમિટેડમાં સ્વિત્ઝર્લેન્ડ સ્થિત હોલસિમ લિમિટેડનો સંપૂર્ણ હિસ્સો ખરીદી લીધાની જાહેરાત કરી છે. અદાણી ગ્રૂપે હોલસિમ લિમિટેડની બન્ને સિમેન્ટ આશરે 10.50 અબજ ડોલરમાં હસ્તગત કરી છે. અદાણી દ્વારા આટલી મોટી રકમમાં કરવામાં આવેલી આ ડીલ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે, આ ઉપરાંત તે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી M&A ડીલ માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ACC એટલે કે એસોસિએટેડ સિમેન્ટ કંપનીઝમાં હોલસિમ કંપની માલિકી હિસ્સો ધરાવે છે. તે સ્વિત્ઝર્લેન્ડની બિલ્ડિંગ મેટરીયલ કંપની છે. ACCની શરૂઆત પહેલી ઓગસ્ટ 1936ના રોજ મુંબઈમાં થઈ હતી. તે સમયે અનેક ગ્રૂપ સાથે મળી તેની શરૂઆત કરી હતી.
17 વર્ષનો બિઝનેસ સમેટી લેશે હોલસિમ
હોલસિમ કંપનીએ ભારતમાં 17 વર્ષ અગાઉ કારોબારની શરૂઆત કરી હતી. આ ડીલ બાદ તે પોતાનો કારોબાર બંધ કરી શકે છે. હોલસિમ ગ્રૂપની ભારતમાં બે સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ અને ACC લિમિટેડમાં હિસ્સો ધરાવે છે. 73,128 કરોડનું વેલ્યૂ ધરાવતી અંબાજુ સિમેન્ટમાં હોલ્ડરઈન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ મારફતે હોલસિમની 63.1% હિસ્સેદારી છે. ACC લિમિટેડમાં અંબુજા સિમેન્ટની 50.05 ટકા હિસ્સો છે. તો બીજીતરફ ACCમાં અંબુજા સિમેન્ટ 50.05% હિસ્સો ધરાવે છે. જ્યારે હોલસિમનો 4.48% હિસ્સો છે. હોલસિમનો ભારત સ્થિત બિઝનેસ ખરીદવા માટે ACCના 26% હિસ્સા માટે ઓપન ઓફર કરવાની રહેશે. આ ઓપન ઓફર રૂપિયા 10,800 કરોડ એટલે કે 1.42 અબજ ડોલરની હોઈ શકે છે.
બિઝનેસમાં સતત વૈવિધ્યતા લાવી રહ્યું છે અદાણી ગ્રૂપ
વર્ષ 1988માં કોમોડિટી ટ્રેડિંગ કંપની તરીકે શરૂઆત કરનાર અદાણી ગ્રૂપ પોર્ટ કારોબારમાં વિસ્તરણ કર્યાં બાદ રાષ્ટ્રીય સ્તરે આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રૂપ ગ્રીન એનર્જી, મીડિયા, ઓઈલ-ગેસ, માઈનિંગ, એરપોર્ટ ઓપરેશન, કંસ્ટ્રક્શન, ફૂડ પ્રોસેસિંગમાં પણ પોતાનો વ્યાપ વિસ્તાર્યો છે. અદાણી ગ્રૂપે ગયા વર્ષે અદાણી સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ નામથી સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. ACCના ટેકઓવર બાદ તે સિમેન્ટ સેક્ટરમાં મોટા કદની કંપની શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).