Home Religion આણંદમાં પડ્યો ફરી ‘અવકાશી પદાર્થ’; કાસોર સીમમાં ફૂટપટ્ટી જેવો અવકાશી પદાર્થ ઘેટાં...

આણંદમાં પડ્યો ફરી ‘અવકાશી પદાર્થ’; કાસોર સીમમાં ફૂટપટ્ટી જેવો અવકાશી પદાર્થ ઘેટાં ઉપર પડતાં મોત, સેટેલાઇટ કે રોકેટના સ્પેરપાર્ટ હોવાનું અનુમાન!

Face Of Nation 16-05-2022 : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં અને ત્યારબાદ ખેડાના ભૂમેલમાં છેલ્લાં કેટલાંય દિવસથી આકાશમાંથી ઉપગ્રહના કાટમાળ પડવાની અનેક ઘટનાઓ બની છે ત્યારે વધુ એક ઘટના સોજિત્રાના કાસોરમાં બની છે. જેમાં આકાશમાંથી ફૂટપટ્ટી જેવો મોટો સ્પેરપાર્ટ ઝાડ નીચે બેઠેલાં ઘેટા પર પડતાં તેમના મોત નીપજ્યાં છે. પ્રાથમિક અનુમાન એવું લગાવાઈ રહ્યું છે કે, છૂટ્ટો પડેલો સ્પેરપાર્ટ કાં તો રોકેટનો હોઈ શકે છે અથવા તો સેટેલાઈટનો હોઈ શકે છે. હાલમાં સમગ્ર બનાવની તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
ઘેટાં પર કોઇ વજનદાર ગરમ વસ્તુ પડી હતી
સોજિત્રા તાલુકાના કાસોર ગામની ભેમલી તલાવડી પાસે નાથીબેન રબારી બપોરના સમયે ઘેટાં-બકરા ચરાવતા હતા. તે સમયે આકાશમાં અચાનક જ વીજળીના ચમકારા સાથે ધડાકો થયો હતો. થોડી વારમાં વૃક્ષ નીચે બેઠેલાં ઘેટાં પર કોઇ વજનદાર ગરમ વસ્તુ પડી હતી. તેના કારણે ઘેટાંનું મોત થયું હતું. પરંતુ નાથીબેન તે વાતને ગંભીરતા લીધી ન હતી. પરંતુ બીજા દિવસે વાતોવાતોમાં ચરોતરમાં ગોળા પડયાની જાણ થતાં તેઓએ ઘરના સભ્યોને વાત કરી હતી. તેથી તેઓ ગ્રામજનોને જણ કરી હતી.
વજન ધરાવતો એક ટુકડો ત્યાં પડેલો હતો
જેથી ગ્રામજનો તપાસ કરતાં વૃક્ષ નીચેથી એક લાંબો મિશ્રધાતુનો ટુકડો મળી આવ્યો હતો. અંદાજે દોઢ ફૂટ પહોળાઇ અને 40 સેમી લાંબો તથા 3.50 કિલોગ્રામ વજન ધરાવતો એક ટુકડો ત્યાં પડેલો હતો. જે વૃક્ષ નીચે બેઠેલા ઘેટાં પર પડતાં તેનું મોત નિપજયું હોવાનું માલિક નાથીબેન રબારીએ જણાવ્યું હતું. પરંતુગણતરીની સેકન્ડમાં બનેલી ઘટના બાબતે ખરેખર શું થયું તે તેમને ખબર જ પડી નહતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).