Face Of Nation 16-05-2022 : ગંભીર આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ નાઈટ કરફ્યુ લગાડવાની જાહેરાત કરી છે. આ સોમવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવારે સવારે 5 વાગ્યા સુધી, એટલે કે 9 કલાક લાગુ રહેશે. આ નિર્ણય સોમવારે સવારે લેવાયો. જે બાદ મોડી સાંજે પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેએ દેશને સંબોધન કર્યું અને હાલની સ્થિતિની તસવીર સામે રાખી. વિક્રમસિંઘેએ કહ્યું- અમારા દેશની પાસે માત્ર એક દિવસનું જ પેટ્રોલ વધ્યું છે. અમે સ્થિતિને સુધારવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. એક વર્ષમાં 45 અબજ ડોલરનું નુકસાન સહન કરનાર શ્રીલંકન એરલાઈન્સને હવે પ્રાઈવેટ સેક્ટરને સોંપી દેવામાં આવશે.
વિક્રમસિંઘેએ રાષ્ટ્રપતિને હટાવવાની માગનું કર્યું હતું સમર્થન
શ્રીલંકામાં દરરોજ કંઈકને કંઈક નવું થઈ રહ્યું છે. ગત દિવસોમાં પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેને હટાવીને રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ રાનિલ વિક્રમસિંઘેને નવા પ્રધાનમંત્રી બનાવ્યા છે. હવે નવા પ્રધાનમંત્રી વિક્રમસિંઘે તે આંદોલનકારીઓના સમર્થનમાં ઉતરી આવ્યા છે, જેઓ શ્રીલંકાને આર્થિક સંકટમાં ધકેલવા માટે રાષ્ટ્રપતિ ગોતાબાય રાજપક્ષેને જવાબદાર ગણાવીને તેમનું રાજીનામું માગી રહ્યાં છે. તો બીજીતરફ શ્રીલંકા પોલીસે 9મી મેનાં રોજ થયેલી હિંસામાં 200થી વધુ સંદિગ્ધની ધરપકડ કરી છે. પોલીસે મીડિયા પ્રવક્તાને જણાવ્યું કે, 230 લોકોની ધરપકડ કરાઈ છે. આ મામલે વાહન અને સંપત્તિને નુકસાનના લગભગ 707 કેસ નોંધાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News શ્રીલંકાના પ્રધાનમંત્રીએ કહ્યું- દેશવાસીઓ સમક્ષ ખોટું નહીં બોલું, અમારા દેશની પાસે માત્ર...