Home Gujarat ગરમી વધતાં રોગચાળો વકર્યો; 14 દિવસમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઝાડા-ઉલટીના 395, કમળાના...

ગરમી વધતાં રોગચાળો વકર્યો; 14 દિવસમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઝાડા-ઉલટીના 395, કમળાના 48 અને ટાઇફોઇડના 111 કેસો નોંધાયા

Face Of Nation 17-05-2022 : અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ગરમી વધી રહી છે. ગરમી અને દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ઝાડા ઉલ્ટીના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મે મહિનામાં 14 દિવસમાં 395 જેટલા ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા છે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાંથી 331 પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં સરસપુર દાણીલીમડા, ગોમતીપુર, કુબેરનગર અને શહેરના કોટ વિસ્તારમાં પાણીના સેમ્પલો અનફિટ આવ્યા છે. ગરમીને કારણે ઝાડા ઉલટી અને પેટમાં દુઃખાવો સહિતના રોગોમાં થયો છે. ગરમી વધતાં પાણીજન્ય રોગોમાં વધારો થઈ શકે છે.
કમળાના 48 અને ટાઇફોઇડના 111 કેસો નોંધાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચાલુ મે મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ઝાડા-ઉલટીના 395, કમળાના 48 અને ટાઇફોઇડના 111 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં દાણીલીમડા, ગોમતીપુર તેમજ કોટ વિસ્તારમાં વધારો થયો છે. જ્યાં પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે.
ક્લોરિનની ગોળીઓનું વેચાણ શરૂ કરાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી મે મહિનામાં 796 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 10 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).