Face Of Nation 18-05-2022 : છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિકે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને કોઇ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિકે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હાર્દિક પટેલના નિર્ણય બાદ હવે સૌ કોઈની નજર નરેશ પટેલના નિર્ણય પર છે મહત્વનું છે કે, નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે હજી પણ સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે કે શું નરેશ પટેલ પણ જોડાશે ભાજપમાં ?
રવિવારે હાર્દિક-નરેશ પટેલ સાથે થઇ હતી બેઠક
ગત રવિવારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટીદાર નેતાઓ સાથે 45 મિનીટ સુધી બેઠક કરી હતી. ખોડલધામમાં બપોરે 2 વાગ્યે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા,પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ, યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવા, મારા રાજકીય પ્રવેશ, હાર્દિક પટેલના રાજકારણ વગેરે મહત્વના મુદ્દે ચર્ચા થઈ હતી. નરેશ પટેલે જણાવ્યું કે, મારે રાજકારણમાં જવું કે નહિ અને કયા પક્ષમાં જોડાવું તે આગામી દિવસોસોમાં વધુ ચર્ચા બાદ જાહેર કરીશ. હાર્દક એટલો મેચ્યોર છે જે મને સમજાવી શકે છે. હાર્દિક પટેલના કોંગ્રેસ સાથેના વિવાદ અને ભાજપમાં જોડાવાની અટકળો અંગે પુછાયેલા પ્રશ્ન અંગે નરેશ પટેલે કહ્યું કે, હાર્દિકનો સ્વતંત્ર નિર્ણય છે કે તેને ક્યાં પક્ષમાં જવું ક્યાં પક્ષમાં ન જવું
બેઠક બાદ હાર્દિકનું સૂચક નિવેદન આવ્યું હતું સામે
રવિવારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિત તમામ પાટીદારો બેઠક કરી હતી. જેમાં હાર્દિક પટેલનું એક સૂચક નિવેદન સામે આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, હું નરેશ ભાઈ સાથે છું. આ પહેલા પણ હાર્દિક પટેલે નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશવા માટે અંગે નિર્ણય વહેલામાં વહેલી તકે લઈ લે તે અંગે નિવેદન આપ્યું હતું. આમ આજે હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે રાજીનામું આપી દેતાં ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો હતો. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, શું નરેશ પટેલ પણ ભગવો ખેસ ધારણ કરશે ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).