Face Of Nation 18-05-2022 : ઉત્તર કોરિયામાં કોરોના સંક્રમણ અત્યંત ઝડપથી વધી રહ્યું છે. આ સંજોગોમાં વિશ્વના દેશો આરોગ્ય સેવાને મજબૂત બનાવી રહ્યા છે, ત્યારે ઉત્તર કોરિયાએ રસ્તા પર સૈન્ય જવાનો તહેનાત કરી દીધા છે. રાજધાની પ્યોંગયાંગમાં તમામ દવાની દુકાનો સામે જવાનો તહેનાત છે. અહીં આશરે 15 લાખ લોકો પીડિત છે. અહીં 24 કલાકમાં છ લોકોના કોરોનાથી મોત થયા છે. તો બીજીતરફ અમેરિકાએ ચેતવણી આપી છે કે, સ્થિતિ ઝડપથી કાબૂમાં નહીં લેવાય તો કિમ જોંગનો પણ સત્તાપલટો થઈ શકે છે. એપ્રિલથી અત્યાર સુધી 56 લોકોના સંક્રમણથી મોત થઈ ચૂક્યા છે. કોરોનાની તપાસ માટે પૂરતી ટેસ્ટ કિટ નહીં હોવાથી અહીં સ્થિતિ બદતર થઈ રહી છે. યુનાઈટેડ નેશન્સના રિપોર્ટ પ્રમાણે, દુનિયાના બે જ દેશ ઉત્તર કોરિયા અને ઈરિટ્રિયાએ વેક્સિન ખરીદી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).