Face Of Nation 18-05-2022 : રશિયા અને યુક્રેન યુદ્ધને ત્રણ મહિના થવા આવ્યા પરંતુ હજુ સુધી યુદ્ધ ખતમ થવાના અણસાર જોવા મળી રહ્યા નથી. યુક્રેન યુદ્ધને લઈને પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે મતભેદ વધતો જઈ રહ્યો છે. એક તરફ યુરોપના દેશ રશિયા પર કડક આર્થિક પ્રતિબંધ લાદી રહ્યા છે તો બીજી તરફ રશિયન રાજદ્વારીને પણ પોતાના દેશમાં કાઢી રહ્યા છે. રશિયા પણ બદલામાં આવુ જ કરી રહ્યુ છે. રશિયાએ આજે ફ્રાન્સના 34 રાજદ્વારીઓને પોતાના દેશમાંથી હાંકી કાઢ્યા છે. રશિયન વિદેશ મંત્રાલયના હવાલાથી મળતી જાણકારી અનુસાર ગયા મહિને ફ્રાન્સે પણ અમુક રશિયન રાજદ્વારીઓને પોતાના દેશમાંથી હાંકી કાઢ્યા હતા.
ફિનલેન્ડના રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા
એક દિવસ પહેલા રશિયાએ ફિનલેન્ડના બે રાજદ્વારીઓને પણ હાંકી કાઢવાનો નિર્ણય લીધો હતો. ફિનલેન્ડે નાટોમાં સામેલ થવાની વિનંતી કરી છે અને આ માટે ફિનલેન્ડની સંસદે મંજૂરીનો સ્વીકાર પણ કરી લીધો છે. રશિયા ફિનલેન્ડ અને સ્વીડનને નાટોમાં સામેલ ન થવાની ધમકી આપતું રહ્યું છે. જોકે, ફિનલેન્ડના રાજદ્વારીઓને રશિયાથી નીકાળવાની કાર્યવાહી બદલાના રુપમાં કરવામાં આવી છે કેમ કે ગયા મહિને બે રશિયન રાજદ્વારીઓને પણ ફિનલેન્ડે કાઢી મૂક્યા હતા.
બે મહિનાથી હાંકી કાઢવાનો સિલસિલો ચાલુ છે
જ્યારથી યુદ્ધ શરૂ થયુ છે ત્યારથી યુરોપીય દેશો અને રશિયાની વચ્ચે ડિપ્લોમેટને હાંકી કાઢવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. સૌથી પહેલા અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના મિશનના 12 ડિપ્લોમેટને હાંકી કાઢ્યા હતા. અમેરિકાએ તેમની પર જાસૂસીનો આરોપ લગાવ્યો હતો. 23મી માર્ચે રશિયન વિદેશ મંત્રાલયે આની પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા અમેરિકાના આ પગલાને શત્રુતાપૂર્ણ કાર્યવાહી ગણાવી હતી અને આના બદલામાં કાર્યવાહી કરવાના સંકેત આપ્યા હતા. જે બાદ કેટલાય યુરોપીય દેશોએ રશિયાના ડિપ્લોમેટને હાંકી કાઢવાનુ શરૂ કરી દીધુ હતુ.
ચેક ગણરાજ્યએ પણ 1 રશિયન અધિકારીને કાઢ્યા
15મી એપ્રિલે રશિયાએ પણ યુરોપીય સંઘના 18 ડિપ્લોમેટને દેશ છોડવા માટે કહ્યુ હતુ. આ રીતે યુરોપના અમુક દેશોએ રશિયન ડિપ્લોમેટ પર જાસૂસીનો આરોપ લગાવીને તેમને હાંકી કાઢ્યા છે. નેધરલેન્ડે 17 રશિયન રાજદ્વારીઓને ગુપ્ત અધિકારી ગણાવીને તેમને કાઢી મૂક્યા છે. આ રીતે બેલ્ઝિયમે 21 રશિયન અધિકારીઓને હાંકી કાઢ્યા. ચેક ગણરાજ્યએ પણ એક રશિયન અધિકારીને કાઢી મૂક્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).