Home World તાલાલા પંથકનું ‘અમૃત ફળ’ કેસર કેરીના 1100 બોક્સ ‘બ્રિટન’ જવા રવાના; સિંગાપુર,...

તાલાલા પંથકનું ‘અમૃત ફળ’ કેસર કેરીના 1100 બોક્સ ‘બ્રિટન’ જવા રવાના; સિંગાપુર, ઈટલી, ગલ્ફ કન્ટ્રીમાં 142 ટન કેસર કેરી મોકલવામાં આવી!

Face Of Nation 18-05-2022 : તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત મેંગો પેક હાઉસના સંચાલકોના જણાવ્યા પ્રમાણે યાર્ડના અદ્યતન મેંગો પેક હાઉસમાં ગ્રેડિંગ, વોશિંગ, હોટ વોટર અને પ્રિ-કુલીંગ, રાયપનીંગ કરી ત્રણ કિલોના આકર્ષક બોક્સમાં તૈયાર કરવામાં આવેલ કેસર કેરીના 1100 બોક્સ તાલાલા ગીરથી ખાસ વાહન મારફતે અમદાવાદ પહોંચી ત્યાંથી એરલાઇન્સ મારફત બ્રિટન જવા રવાના કરવામાં આવેલ છે. આ બોક્સ બે દિવસમાં બ્રિટન પહોંચશે અને કેસર કેરી તેના ઓરીજનલ સ્વાદમાં ખાવાલાયક તૈયાર થઈ જશે.
બ્રિટનમાં 1 બોક્સની કિંમત આશરે 1800 રૂ.
એક ડઝન નંગની ભરતી વાળુ ત્રણ કિલોનું એક બોક્સ 18 પાઉન્ડ માં(રૂ.1764 ભારતની કરન્સી)માં બ્રિટનમાં વેંચાણ થશે, તાલાલા મેંગો પેક હાઉસમાંથી આ વર્ષે ત્રણ વખતમાં 1350 બોક્સ એટલે સાડા ચાર ટન કેસર કેરી રવાના થઇ છે. આજે ચોથી વખત એકી સાથે કેસર કેરીના 1100 બોક્સ રવાના થયા છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત મેંગો પેક હાઉસમાંથી ગત વર્ષે બ્રિટન ઉપરાંત સિંગાપુર, ઈટલી, ગલ્ફ કન્ટ્રીમાં 142 ટન કેસર કેરી મોકલવામાં આવી હતી, આ વર્ષે કેસર કેરીની સીઝન મોડી છે. તેમજ પાક પણ આંબા ઉપર માત્ર 20 ટકા આવ્યો હોય, આ વર્ષે મેંગો પેક હાઉસમાંથી 120 ટન કેસર કેરીની નિકાસની ધારણા છે. જે પૈકી મોટાભાગની કેસર કેરી બ્રિટન રવાના થશે તેમ મેંગો પેક હાઉસના સુત્રોએ જણાવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).