Home News હાઈકોર્ટના નકલી જજનો સ્વાંગ રચી ઘાટલોડિયાના નિ:સંતાન દંપતીની ઘરમાંથી કરી હકાલપટ્ટી

હાઈકોર્ટના નકલી જજનો સ્વાંગ રચી ઘાટલોડિયાના નિ:સંતાન દંપતીની ઘરમાંથી કરી હકાલપટ્ટી

Face Of Nation:હાઇકોર્ટના નકલી જજ બનીને લોકોની મિલકત પચાવી પાડનાર સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે. ઘાટલોડિયાના નિ:સંતાન અને ઘૂંટણનું ઓપરેશન કરાવેલાં દંપતીને અચાનક ઘરની બહાર કાઢી મુકયાં હતાં. નકલી જજ બનેલા શખસે પોલીસ પ્રોટેક્શન સાથે 15 માણસોને મૂળ ફલેટ ધારકને ઘરે મોકલીને તાજેતરમાં જ ઓપરેશન કરાવેલ મહિલાનો ફલેટ સીલ કરાવી દીધો હતો. જેની ફરિયાદ હાઇકોર્ટમાં કરાતા કોર્ટ પણ ચોંકી ઊઠી હતી. કોર્ટે પોલીસ અને કલેકટરને આદેશ કરીને મૂળ ફલેટ ધારકને તેનો ફલેટ પરત અપાવ્યો છે.

ઘાટલોડિયાના રામેશ્વર એપોર્ટમેન્ટમાં રહેતા સુરેશ શાહે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમના વતી એડવોકેટ અજય પાંડાએ એવી દલીલ કરી હતી કે, ધ્રુવ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન બળદેવ પટેલે પોતે હાઇકોર્ટના જજ તરીકે નીમાયેલા છે તેથી તમારો ફલેટ સીલ કરવાનો છે તેવો પત્ર લખીને પોલીસ પ્રોટેકશન સાથે ફલેટ સીલ કરાવી દીધો હતો. પોલીસે પણ આરોપી બળદેવ પટેલને જજ માનીને મદદ કરી હતી. હાઇકોર્ટે પોલીસને તાત્કાલિક ફ્લેટ પરત અપાવવાનો નિર્દેશ કર્યો છે.