Face Of Nation:ભારતીય પ્રવાસીયોની વસ્તીને જોતા હાલ હ્યુસ્ટન અને શિકાગોમાંથી કોઈ એકને જ વડાપ્રધાનના કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવશે. જોકે આ અંગે સૂત્રોએ જણાવ્યું છે કે મોદી 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં જ ભારતીય ગ્રુપને સંબોધન કરશે. બાદમાં તે 23 સપ્ટેમ્બરે યુએનમાં ગ્લોબલ વોર્મિંગ પર થનારી વિશેષ બેઠકમાં ભાષણ આપશે.
હ્યુસ્ટનને વિશ્વની ઉર્જા રાજધાની પણ કહેવામાં આવે છે. મોદી માટે ઉર્જા સુરક્ષા જ પ્રાથમિકતા રહી છે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદી ત્રીજી વખત મોદી અમેરિકામાં ભારતીય-અમેરિકન ગ્રુપને સંબોધશે. 2014માં ન્યુયોર્ક મેડિસન સ્ક્વેર ગાર્ડન અને 2016માં સિલિકોન વેલીમાં પણ મોદીના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આ બંને પ્રસંગે મોટા પ્રમાણમાં ભારતીયો હાજર રહ્યાં હતા. એક અનુમાન મુજબ, આ કાર્યક્રમમાં સમગ્ર યુએસમાંથી 20 હજારથી વધુ લોકો મોદીને સાંભળવા પહોંચ્યા હતા.આ આયોજન એનઆરજી સ્ટેડિયમમાં થાય તેવી શકયતા છે. તેની દર્શક ક્ષમતા 70 હજાર છે. હ્યુસ્ટનને આ કાર્યક્રમ માટે પસંદ કરવાનું એક કારણ એ પણ છે કે અહીં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. ગત વર્ષે ટેક્સાસના ગવર્નરે અને હ્યુસ્ટનના મેયરે પણ ભારતની મુલાકાત લીધી હતી. આ સિવાય ટેક્સસના પૂર્વ ગવર્નર રિક પેરી પણ ભારતીય-અમેરિકનોની સાથે સારા સંબધ છે.