Face Of Nation 21-05-2022 : પાટીદાર સમાજને હાથો બનાવીને પોતાની મેલી મંથરાવતી પાર પાડનાર હાર્દિકને ઓળખવામાં પાટીદારો થાપ ખાઈ ગયા. બુદ્ધિશાળી અને વૈભવશાળી જીવન શૈલી ધરાવતા પાટીદાર સમાજે એક લબરમુછીયાના સકંજામાં આવીને આબરૂ ગુમાવવા સાથે ઘણું નુકસાન સહન કર્યું છે. અનામતની આગમાં કેટલાય ઘરોએ પોતાના લાડકવાયાનો ભોગ આપ્યો છે અને તેનો લાભ હાર્દિકે બેશરમીપૂર્વક ઉઠાવ્યો છે. હજુ જો પાટીદાર સમાજમાં જાગૃતતા નહીં આવે તો પાટીદાર સમાજની ગણના મૂર્ખાઓના સમાજ તરીકે થવા લાગશે અને હાર્દિક જેવા આવીને પોતાના રોટલા શેકીને જતા રહેશે.
જે વ્યક્તિ સમાજના નામે જુદા જુદા નિવેદનો આપીને કાચીંડાની માફક રંગ બદલીને પોતાની મેલી મંથરાવટી પાર પાડતો હોય તે વ્યક્તિ કેટલો વિશ્વાસને લાયક કહી શકાય તે એક મોટો પ્રશ્ન છે. અનામતના નામે પાટીદાર સમાજને હાથો બનાવીને પોતાની સસ્તી પબ્લિસિટી મેળવીને જેણે લાખ્ખો રૂપિયાની સાથે પોતાની પ્રસિદ્ધિ મેળવી લીધી તે હાર્દિક પટેલથી આજદિન સુધી પાટીદાર સમાજને કોઈ પણ પ્રકારનો ફાયદો થયો નથી. હાર્દિકને કારણે પાટીદાર સમાજને અંદરો અંદર ભાગલાથી માંડીને આબરૂ ગુમાવવા સુધી અનેક નુક્સાનો ભોગવવા પડ્યા છે. હાર્દિકની માફક નરેશ પટેલ પણ સમાજના નામે હવે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા તરફ આગળ વધી રહ્યા છે. હાર્દિક હોય કે નરેશ. આ બંનેમાંથી એકેય દ્વારા પાટીદાર સમાજે કાઈ મેળવ્યું નથી. હા ! આબરૂ અને વર્ચસ્વ સાથે એકજૂથતા જરૂર ગુમાવી છે. એ વાત જગજાહેર છે કે, પાટીદાર સમાજમાં રીતસર ભાગલા પડવા લાગ્યા જેનું મુખ્ય કારણ સમાજના નામે મેદાને ઉતરેલા બની બેઠેલા હાર્દિક અને નરેશ જેવા વ્યક્તિઓ છે. આવા વ્યક્તિઓ હંમેશા પોતાના નિવેદનો અને ઈચ્છાઓ સમાજના નામે જાહેર કરીને સામાજિક લાભ મેળવી લે છે. કોઈ પણ જાતિના લોકો કેમ ન હોય પરંતુ જો સમાજ આવા લોકોનો વિરોધ નહિ કરે કે આવા લોકોને સાથ આપતો રહેશે તો ઘણું ગુમાવવાનો અને ઘણું ભોગવવાનો વારો આવશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. આવા લોકો ક્યારેય કોઈના થતા નથી કે થશે પણ નહીં.
પાટીદાર અનામતના નામે શરૂ થયેલી રાજનીતિએ અનેક નેતાઓને માલામાલ બનાવી દીધા. સમાજના નામે રાજકીય ખેલ ખેલીને અનેક લોકોએ પૈસાનો ખેલ પાડી જે તે રાજકીય પાર્ટીને સહારે રાજકીય કાવાદાવાઓની શરૂઆતમાં વ્યસ્ત થઈ ગયા. લાલજીથી માંડીને હાર્દિક અને નરેશ પટેલ સહિતના અનેક લોકોએ સમાજના નામે પોતાના રોટલા શેકયા છે અને પોતાનો લાભ કર્યો છે. આવા લોકો ક્યારેય સમાજના હોતા નથી કે સમાજના થતા પણ નથી. પાટીદારોએ હવે મૂર્ખ બનવાને બદલે જાગૃત થવાની તાતી જરૂરિયાત છે નહીતો પાટીદાર સમાજની ગણના મૂર્ખાઓના સમાજ તરીકે થશે અને અન્ય સમાજના લોકો હાંસી ઉડાડશે પરિણામે હાર્દિક જેવા આવીને સમાજના નામે પોતાના રોટલા શેકી જશે. પાટીદાર સમાજ બુદ્ધિશાળી સમાજ છે કે જે હાર્દિક જેવાને શૂન્યમાંથી સર્જન કરાવી શકે તો સર્જન કરીને શૂન્ય પણ બનાવી શકે છે તેવો મેસેજ આપવો પડશે નહીતો આવા અનેક હાર્દિકો સમાજના યુવાનોને માંચડે ચઢાવીને પોતાના સ્વાર્થ લૂંટતા રહેશે અને સમાજ માત્ર જોતો રહી જશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).