Face Of Nation 21-05-2022 : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન એક વાર ફરી સોશિયલ મીડિયા પર છવાયા છે. તેમનું એક નિવેદન વાઈરલ થઈ રહ્યું છે, જેને લોકો વખોડી રહ્યા છે. હકિકતમાં તેમણે પાકિસ્તાની મુસ્લિમ લીગ-એનની ઉપાધ્યક્ષ મરિયમ નવાઝ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
એક સમયે હું આ ઘટિયા માણસ સાથે જોડાયેલી હતી
ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને મરિયમ નવાઝ વિશે કરેલી ટીપ્પણી વિશે કહ્યું છે કે, મારા માટે આ વાત ખૂબ શરમજનક છે કે, એક સમયે હું આ ઘટિયા માણસ સાથે જોડાયેલી હતી. મુલ્તાનની રેલીમાં ઈમરાન ખાને મરિયમ નવાઝની સરગોધા રેલીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોઈએ મને સોશિયલ મીડિયમાં એક વીડિયો શેર કર્યો હતો. તેમાં મરિયમ ક્યાંય ભાષણ આપી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર જે ભાષણ મને મળ્યું તેમાં મરિયમ મારું નામ એટલા ઝનુનથી લેતી હતી કે તે જોઈને હું તેમને કહેવા માંગીશ કે, મરિયમ સાવધાન, તમે જે રીતે ઝનુનથી મારા નામનો ઉલ્લેખ કરો છો ક્યાંક તમારા પતિની મુશ્કેલી વધી ના જાય.
સોશિયલ મીડિયા પર થઈ રહી છે નિંદા
આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર રાજનેતાઓ અને લોકોએ ઈમરાનને ઘેરી લીધા છે. લોકોએ આ નિવેદનની ખૂબ નિંદા કરી છે. એક યુઝરે લખ્યું છે કે, આ રાજનીતિ શિષ્ટાચારને કચડી નાખે તેવું નિવેદન છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ, જે મરિયમ નવાઝના કાકા પણ છે. તેમણે ટ્વિટર પર ઈમરાન ખાનના નિવેદનનો ખૂબ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે, આખા દેશે અને ખાસ કરીને મહિલાઓએ દેશની દિકરી મરિયમ નવાઝ સામે ઈમરાને જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેની ખૂબ નિંદા કરવી જોઈએ. શરીફે ટ્વિટ કરું છે કે, જે લોકો મસ્જિદ નબાવીની પવિત્રતાનું સન્માન ના કરી શકે તેમની પાસેથી કોઈની માતા, બહેન કે દિકરીઓના સન્માનની આશા કેવી રીતે રાખી શકાય? તો બીજીતરફ ઈમરાન ખાનના આવા ગંદા નિવેદન પર પ્રતિક્રિયા આપતા પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ કહ્યું કે, તેઓ PTI અધ્યક્ષના અપમાનજનક નિવેદનની નિંદા કરે છે. તેમણે કહ્યું કે, જેમના ઘરમાં માતા-બહેન હોય તેઓ બીજી મહિલાઓ માટે આવા નિવેદનનો ઉપયોગ નથી કરતાં. મહેરબાની કરીને રાજનીતિના નામે આટલી નીચી હદ સુધી ના જવું જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).