Face Of Nation 21-05-2022 : અમદાવાદના સાયન્સ સીટી રોડ પર આવેલા મેકડોનાલ્ડમાં કોલ્ડ્રીંકમાંથી મરેલી ગરોળી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકનું કહેવું હતું કે, આ બાબતે મેનેજરને ફરિયાદ કરી પરંતુ તેઓએ કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. અંતે ગ્રાહકે આ વિશે ફુડ અને ડ્રગ્સ વિભાગ, મીડિયા અને પોલીસને પણ જાણ કરી છે.
કોકાકોલાની અંદર મરેલી ગરોળી નીકળતા તેઓ ચોંક્યાં
અમદાવાદની સાયન્સ સીટી રોડ પર આવેલા મેકડોનાલ્ડમાં ભાર્ગવ જોષી અને તેમના મિત્ર નાસ્તો કરવા માટે ગયા હતા. ત્યારે તેમણે આપેલા ઓર્ડરમાંથી કોકાકોલાની અંદર મરેલી ગરોળી નીકળતા તેઓ ચોંકી ગયા હતા. આ અંગે તેમણે હોબાળો કરતાં મામલો બિચક્યો હતો. ભાર્ગવ જોશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, હું જ્યાં બેઠો હતો ત્યારે મંગાવેલા કોલ્ડ્રીંકમાં એક-બે ઘૂંટ પીધા બાદ મેં સ્ટ્રો વડે હલાવતા જ તળીયે રહેલી ગરોળી ઉપર આવી ગઈ હતી.
મેનેજરને ફરિયાદ કરી, પણ ધ્યાન ન આપ્યું
મરેલી ગરોળી દેખાતા જ મેં આ અંગે કાઉન્ટર પર જઈને ફરિયાદ કરી તો કાઉન્ટર પર મને રિફન્ડ લઈ લેવા માટે જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાથી હું ડરી ગયો હતો. બીજીતરફ મેનેજરને પણ ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. અવાર નવાર બનતી ઘટનાઓ છતાં ખાસ કોઈ પગલાં ના લેવાતાં લોકો ભોગ બનતા રહે છે. પરંતુ આ અંગે હું છેક સુધી ફરિયાદ કરવાના મૂડમાં છું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).