Home Gujarat પેટ્રોલમાં લિટર દીઠ 9 રૂપિયા 50 પૈસા અને ડીઝલમાં રૂ.7નો ઘટાડો; ગેસ...

પેટ્રોલમાં લિટર દીઠ 9 રૂપિયા 50 પૈસા અને ડીઝલમાં રૂ.7નો ઘટાડો; ગેસ સિલિન્ડરમાં પણ રૂ.200નો ઘટાડો જાહેર, ચૂંટણી નજીક આવવાથી પ્રજાને મળી રાહત!

Face Of Nation 21-05-2022 : મોદી સરકારે પ્રજાને ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત જાહેર કરી છે. આ સાથે જ પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે.આ ઘટાડો સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવામાં આવી રહી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટમાં લિટર દીઠ રૂપિયા 8 અને ડીઝલમાં રૂપિયા 6નો ઘટાડો કરી રહ્યા છીએ. તેને લીધે પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલ રૂપિયા 7 સસ્તુ થઈ જશે. તો બીજીતરફ આ સાથે સરકારે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200નો ઘટાડો જાહેર કર્યો છે, એટલે કે સરકાર હવે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200 સબસિડી આપશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).