Face Of Nation 21-05-2022 : મોદી સરકારે પ્રજાને ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત જાહેર કરી છે. આ સાથે જ પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે.આ ઘટાડો સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવામાં આવી રહી છે. તો બીજીતરફ સરકાર દ્વારા ઈંધણના ભાવમાં કરવામાં આવેલા ઘટાડા અંગે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, સરકારે છેલ્લા 60 દિવસમાં પેટ્રોલની કિંમતમાં રૂપિયા 10નો વધારો કર્યો છે અને હવે તે રૂપિયા 9.50નો ઘટાડો કરી રહી છે. જ્યારે ડીઝલમાં પણ 60 દિવસમાં રૂપિયા 10નો વધારો કર્યો અને હવે રૂપિયા 7નો ઘટાડો કરી રહી છે. સરકાર લોકોને મૂર્ખ બનાવી રહી છે.
પ્રધાનમંત્રીએ ભાવ ઘટાડાના પગલાને આવકાર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું- અમારા માટે પ્રજા સૌથી પહેલા હોય છે. આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નાગરિકોને રાહત આપશે અને જીવનને વધારે સુગમ બનાવશે. ઉજ્જવલા યોજના હેઠળ મળતા સિલેન્ડર પર સબસિડીની જાહેરાતની પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજનાએ કરોડો ભારતીયો ખાસ કરીને મહિલાઓની મદદ કરી છે. ઉજ્જવલા સબસિડી અંગે આજના નિર્ણયથી પરિવારના બજેટમાં ઘણી સરળતા રહેશે.
સિમેન્ટની કિંમતોમાં ઘટાડો કરવા કામ ચાલી રહ્યું છે-નાણાં મંત્રી
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સીમેન્ટની ઉપલબ્ધતાની સ્થિતિ સુધારવા અને સીમેન્ટના પડતર ખર્ચમાં ઘટાડો કરવા માટે વધારે સારા લોજિસ્ટીકની મદદ લેવામાં આવી રહી છે તેમ જ આ ભાવ ઘટે તે માટેની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.
પ્લાસ્ટિક-સ્ટીલ પ્રોડક્ટ્સ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, જ્યાં આપણી આયાત નિર્ભરતા વધારે છે ત્યા અમે પ્લાસ્ટિક પ્રોડક્ટ્ માટે રોમટેરિયલ તથા ઈન્ટરમીડિયેટ્સ પર એક્સાઈસ ડ્યુટી પણ ઓછી કરી રહ્યા છીએ. આ ઉપરાંત સ્ટીલના કેટલાક રોમટેરિયલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).