Home Uncategorized યુક્રેનના સપોર્ટમાં પ્રદર્શન : ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં યુદ્ધની અસર,રશિયાના વિરોધમાં કાળા કપડાં...

યુક્રેનના સપોર્ટમાં પ્રદર્શન : ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં યુદ્ધની અસર,રશિયાના વિરોધમાં કાળા કપડાં પહેરીને આવેલી મહિલાઓએ રેડ કાર્પેટ ફેંક્યા ‘સ્મોક ગ્રેનેડ’!

Face Of Nation 23-05-2022 : 75મા કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર મહિલાઓએ યુક્રેનના સપોર્ટમાં પ્રદર્શન કર્યું હતું. રશિયન સૈનિકનો વિરોધ કરતાં સ્મોક ગ્રેન્ડ એટલે કે ધુમાડાના ગોળા ફેંક્યા હતા. આ કારણે રેડ કાર્પેટ ઇવેન્ટ થોડીક મિનિટ માટે બંધ કરવી પડી હતી. આ પહેલાં એક મહિલાએ ન્યૂડ થઈને યુક્રેનનો સપોર્ટ કર્યો હતો. રેડ કાર્પેટ ઇવેન્ટમાં મહિલાઓનું એક ગ્રૂપ કાળા કપડાં પહેરીને આવ્યું હતું અને યુક્રેનના સપોર્ટમાં બેનર બતાવ્યા હતા. ત્યારબાદ રેડ કાર્પેટ પર કંઈક ફેંકવામાં આવ્યું હતું અને પછી ધુમાડો ફેલાઈ ગયો હતો. બેનર પર ‘એ વુમન’ સંબોધન સાથે મહિલાઓના નામની એક લાંબી યાદી બનાવવામાં આવી હતી
‘હોલી સ્પાઇડર’ ફિલ્મ દરમિયાન ઘટના બની
‘ડેડલાઇન’ના અહેવાલ પ્રમાણે, આ ઘટના ‘હોલી સ્પાઇડર’ ફિલ્મના પ્રીમિયર પ્રસંગે બની હતી આ ફિલ્મ ઈરાનની ફેમિનિસ્ટ થ્રિલર છે. ફિલ્મમાં એક એવી મહિલાની વાત કરવામાં આવી છે, જે વેશ્યાઓને મારનાર પુરુષને ટ્રેક કરીને તેને પકડે છે.
બે દિવસ પહેલાં મહિલાનો ન્યૂડ દેખાવો
શુક્રવાર, 20 મેના રોજ કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન એક મહિલાએ યુક્રેનના સમર્થનમાં ન્યૂડ દેખાવો કર્યો હતો. આ મહિલાએ પોતાના શરીર પર પેઇન્ટથી બ્લૂ તથા યલો રંગનો યુક્રેનનો ધ્વજ બનાવ્યો હતો. આ ધ્વજની ઉપર બ્લેક રંગથી મેસેજ લખવામાં આવ્યો હતો કે ‘સ્ટોપ રેપિંગ અસ.’ આ ઉપરાંત મહિલાએ પગમાં બ્લડ રેડ રંગ લગાવ્યો હતો.
મહિલા યુક્રેનમાં રેપ વિરુદ્ધ ન્યૂડ થઈ હતી
આ અગાઉ મહિલાએ યુક્રેનમાં રશિયન સૈનિકો મહિલાઓ પર રેપ કરતાં હોવાની વાત કહીને આ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. આથી તેણે રેડ કાર્પેટ પર ‘સ્ટોપ રેપિંગ અસ’ ના નારા લગાવ્યા હતા. જોકે, ગાર્ડ્સે કપડાંથી મહિલાનું શરીર ઢાંકીને રેડ કાર્પેટ ઇવેન્ટમાંથી હટાવી લીધી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).