Home Uncategorized ભારતની અભૂતપૂર્વ સિદ્ધિ:ચંદ્રયાન-2,ચંદ્રનાએ હિસ્સા પર ઉતરશે જ્યાં કોઈ દેશ નથી પહોંચી શક્યો

ભારતની અભૂતપૂર્વ સિદ્ધિ:ચંદ્રયાન-2,ચંદ્રનાએ હિસ્સા પર ઉતરશે જ્યાં કોઈ દેશ નથી પહોંચી શક્યો

Face Of Nation:ભારતનું ચંદ્રયાન-2 મિશન શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ થયા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રૂવની નજીક લેન્ડ કરશે. આ સ્થળે આ પહેલા કોઈ પણ દેશનો કોઈ મિશન નથી પહોંચ્યું.વિક્રમ લેન્ડરથી અલગ થયા બાદ તે એક એવા ક્ષેત્ર તરફ વધશે જેના વિશે અત્યાર સુધી બહુ ઓછી શોધખોળ કરવામાં આવી છે.ISRO પ્રમુખ કે. સિવને જણાવ્યું કે, વિક્રમનો 15 મિનિટનો અંતિમ સમય સૌથી વધુ ડરાવનારી પળો હશે, કારણ કે અમે ક્યારેય આટલા જટિલ મિશન પર કામ નથી કર્યુ.લેન્ડિંગ બાદ, રોવર ચંદ્રની માટીનું રસાયણિક વિશ્લેષ્ણ કરશે. બીજી તરફ, લેન્ડર ચંદ્રના સરોવરોને માપશે અને અન્યા ચીજો ઉપરાંત લૂનર ક્રસ્ટમાં ખોદકામ કરશે.2009માં ચંદ્રયાન-1 બાદ ચંદ્રની સપાટી પર પાણીના અણુઓની ઉપસ્થિતિ જાણ્યા બાદ ભારતે ચંદ્રની સપાટી પર પાણીની શોધ ચાલુ રાખી છે.ચંદ્ર પર પાણીની ઉપસ્થિતિથી જ ભવિષ્યમાં ત્યાં મનુષ્યને રહેવાની શક્યતા ઊભી થઈ શકે છે.નોંધનીય છે કે, ચંદ્રયાન-2નું ઓરબિટર, લેન્ડર એન રોવર પૂરી રીતે ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યા અને બનાવવામાં આવ્યા છે. ઉપરાંત તે 2.4 ટન વાળા ઓરબિટરને લઈ જવા માટે પોતાના સૌથી તાકાતવાન રોકેટ લોન્ચર GSLV Mk IIIનો ઉપયોગ કરશે. ઓરબિટરની મિશન લાઇફ લગભગ એક વર્ષ છે.