Home Sports ઋષભ પંત ફરી હાર્યો: હરિયાણાના પૂર્વ ક્રિકેટરે પંતને 1.63 કરોડનો લગાવ્યો ચૂનો,...

ઋષભ પંત ફરી હાર્યો: હરિયાણાના પૂર્વ ક્રિકેટરે પંતને 1.63 કરોડનો લગાવ્યો ચૂનો, મોંઘી લક્ઝરી ઘડિયાળ સસ્તામાં ખરીદવા જતા છેતરપિંડીનો બન્યો શિકાર!

Face Of Nation 24-05-2022 : ભારતના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને લક્ઝરી ઘડિયાળ સસ્તી કિંમતે ખરીદવાના ચક્કરમાં 1.63 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. તેમની સાથે છેતરપિંડી કરનાર આરોપી હરિયાણાના પૂર્વ ક્રિકેટર મૃણાંક સિંહ છે. મૃણાંક એક બિઝનેસમેનને 6 લાખ રૂપિયા ઠગવાના આરોપમાં પહેલેથી જ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.
બાઉન્સ ચેકની મદદથી છેતરપિંડી કરી હતી
રિપોટ્સ મુજબ ઋષભ પંતને મૃણાંક સિંહે કરોડોની કિંમતવાળી મોંઘી લક્ઝરી ઘડિયાળ સસ્તા ભાવે આપવાની લાલચ આપીને પોતાના જાળમાં ફસાવ્યો હતો. ઋષભ તેની પાસેથી ફ્રેંક મુલર વેનગાર્ડ સીરીઝની ક્રેઝી કલર વોચ 36 લાખ 25 હજાર રૂપિયા અને રિચર્ડ મિલી વોચ 62 લાખ 60 હજાર રૂપિયામાં ખરીદવા માગતો હતો. જે માટે તેને એડવાન્સ પેમેન્ટ પણ કર્યું હતું. આ મામલામાં ઋષભ પંતની સાથે તેમના મેનેજર પુનીત સોલંકીએ પણ મૃણાંક વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ કર્યો છે. સોંલંકીના જણાવ્યા મુજબ મૃણાંકે બાઉન્સ ચેકથી તેની સાથે છેતરપિંડી કરી છે.
વિશ્વાસમાં લેવા માટે ક્રિકેટર્સના રેફરન્સ આપ્યા
ઋષભ પંતની ફરિયાદ મુજબ મૃણાંક સિંહે તેને જાન્યુઆરી 2021માં સસ્તી કિંમત મોઘી લક્ઝરી ઘડિયાળ આપવાનું કહિને દગો આપ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે , મૃણાંકે પંતને લક્ઝરી ઘડિયાળ, બેગ અને જ્વેલરી ખરીદવા-વેચવાનો બિઝનેસ શરૂ કર્યો હોવાનું જણાવ્યું અને તેને વિશ્વાસમાં લેવા માટે અનેક એવા ક્રિકેટર્સના રેફરન્સ પણ આપ્યા જેમને તેમની પાસેથી વસ્તુઓ ખરીદી છે. તો બીજીતરફ મૃણાંકે ઋષભ પંત અને તેમના મેનેજરને જણાવ્યું હતું કે લક્ઝરી ઘડિયાળ અને અન્ય વસ્તુ તેમને ઘણાં સસ્તા ભાવે અપાવી શકે છે. ઘડિયાળનું એડવાન્સ પેમેન્ટ ઉપરાંત પંતે મૃણાંકને લગભગ 66 લાખ રૂપિયાની કિંમતનો લક્ઝરી સામાન અને જ્વેલરી પર રિસેલ માટે આપ્યો હતો.
આ પહેલાં પણ છેતરપિંડી કરી ચુક્યો છે મૃણાંક
હરિયાણાના પૂર્વ ક્રિકેટર મૃણાંકે પહેલાં પણ છેતરપિંડી કરી ચુક્યો છે. આ મહિનાની શરૂઆતમાં તેને એક બિઝનેસમેન સાથે 6 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં પકડવામાં આવ્યો હતો અને તે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. તેના પર એક ફિલ્મ ડાયરેક્ટર તેમજ અનેક હોટલ સાથે પણ છેતરપિંડીનો આરોપ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).