Face Of Nation:પંજાબ રાજ્યના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. નવજોતસિંહ સિદ્ધુએ પોતાનું રાજીનામું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોકલી દીધું છે. નવજોત સિદ્ધુએ ટ્વિટ કરીને જાણકારી આપી કે તેઓએ 10 તારીખે જ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી દીધું હતું. સિદ્ધુએ કહ્યું કે તેઓએ અનેક દિવસ સુધી રાહુલ ગાંધી તરફથી રિસ્પોન્સની રાહ જોઈ. પરંતુ હવે તેઓ પોતાના રાજીનામાને મંજૂરી માની રહ્યા છે.
આજતો રાજનીતિ છે અરસપરસનો મેળજોડ ન બેસે ત્યાં રાજકાજની આશાઓ પર પણ પાણી ફરી જાય છે..પંજાબમાં પણ મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિદ્ધુની વચ્ચે લાંબા સમયથી ખટપટના એંધાણો વરતાઈ આવ્યા હતા. તેવામાં લોકસભા ચૂંટણીમાં પંજાબની પછડાટ અને કોંગ્રેસને સારી સંખ્યામાં સીટ ન મળવાનું ઠીકરું અમરિંદર સિંહે સિદ્ધુ પર ફોડ્યું હતું એન કોંગ્રેસ હાઇકમાન્ડને સિદ્ધુની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી બાદ 6 જૂને મળેલી કેબિનેટની પહેલા બેઠકમાં સિદ્ધુ સહિત અનેક મંત્રીઓના વિભાગ બદલી દીધા હતા.સિદ્ધુની પાસે પહેલા સ્થાનિક સ્વશાસન વિભાગ હતો, પરંતુ હવે તેમના માથે ઉર્જા એન નવીન તથા નવીનીકરણીય ઉર્જા વિભાગ હતો. પરંતુ તેઓએ મંત્રી પદનો કાર્યભાર ગ્રહણ નહોતો કર્યો અને મીટિંગમાં પણ સામેલ નહોતા થતા.