Face Of Nation 24-05-2022 : ભારતના પડોશી દેશ શ્રીલંકા આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે અને ચોતરફ અરાજકતાનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. સ્થિતિને અંકૂશમાં લેવા શ્રીલંકાએ ઈંધણના ભાવમાં અસહ્ય વધારો કર્યો છે. પેટ્રોલ લિટર દીઠ રૂપિયા 338થી વધારી રૂપિયા 420 અને ડીઝલ રૂપિયા 289થી વધારી રૂપિયા 400 કરવાની જાહેરાત કરી છે. બીજી બાજુ પાકિસ્તાન પણ આર્થિક કટોકટી તરફ આગળ વધી રહ્યું છે. ડોલર સામે તેના ચલણનું મૂલ્ય 202ને પાર થઈ ગયું છે અને વિદેશી હૂંડિયાણનો ભંડાર પણ ઝડપથી ખતમ થઈ રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન સરકારે ડિસેમ્બર 2017માં જે 5.625 ટકા દરથી સુકુક બોન્ડ ઈશ્યુ કર્યાં હતા તેનું વ્યાજ હવે વધીને 27 ટકા થઈ ગયું છે. પાકિસ્તાન ખૂબ ઝડપથી દેવાળીયા થવા તરફ આગળ વધી રહ્યા છે. દેશમાં ઈંધણનો વપરાશ ઘટાડવા માટે લોકોને ઘરેથી કામ કરવા (વર્ક ફ્રોમ હોમ) કહેવામાં આવ્યું છે. દેશમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓને પણ કામ પર નહીં આવવા કહેવામાં આવ્યું છે.
શ્રીલંકામાં ઈંધણમાં કમરતોડ ભાવ વધારો જાહેર
શ્રીલંકાએ વર્ષ 1948માં અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા મેળવી ત્યારબાદની સૌથી ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. આ સાથે શ્રીલંકાએ પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા 338થી 24.3 ટકા વધારી રૂપિયા 420 કરી છે. જ્યારે ડીઝલની કિંમત રૂપિયા 289થી 38.4 ટકા વધારી રૂપિયા 400 કરવાની જાહેરાત કરી છે. દેશમાં ઈંધણની આ કિંમતો અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે છે. કેબિનેટે આ ભાવ વધારાને મંજૂરી આપી છે અને પાવર અને એનર્જી પ્રધાન કંચના વિજેસેકરાએ આ અંગે માહિતી આપી હતી. બીજી બાજુ US ડોલર સામે શ્રીલંકન રૂપિયો 360.21ના વિક્રમજનક લેવલ સુધી ગગડી ગયું છે.
ભારતે શ્રીલંકાને પેટ્રોલનો પુરવઠો મોકલ્યો
ભારતે શ્રીલંકાના 500 મિલિયન ડોલરની મદદ કરી છે. આ ઉપરાંત ગઈકાલે 40,000 મેટ્રીક ટન પેટ્રોલનો પુરવઠો પણ મોકલ્યો છે. ભારતે શનિવારે પણ 40,000 મેટ્રીક ટન ડીઝલનો પુરવઠો પૂરો પાડ્યો હતો. આ ઉપરાંત શ્રીલંકા સરકારે વિદેશી હૂંડિયામણની તંગ સ્થિતિ વચ્ચે પેટ્રોલિયમ પેદાશોની ખરીદી કરવા માટે એક્ઝિમ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી 500 મિલિયન ડોલરની લોન માંગી છે.
પાકિસ્તાન પર ડિફોલ્ટ થવાનું જોખમ સતત વધ્યું
પાકિસ્તાન છેલ્લા બે સપ્તાહમાં પાકિસ્તાન પર ડિફોલ્ટ થવાનું જોખમ સતત વધી રહ્યું છે. ઓગસ્ટ 2021માં પાકિસ્તાનની મધ્યસ્થ બેન્ક પાસે વિદેશી હૂંડિયામણ 20 અબજ ડોલર હતું, જે નવ મહિનામાં ઘટીને ફક્ત 10.1 અબજ ડોલર રહ્યું છે. બીજી બાજુ પાકિસ્તાનની ચાલુ ખાતાની ખાધ પણ ખૂબ ઝડપભેર વધી રહી છે. દેશમાં રાજકીય અસ્થિરતા પણ આ માટે એટલી જ જવાબદાર માનવામાં આવે છે. US ડોલર સામે પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય રૂપિયા 200ને પાર થઈ ગયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News બે દેશોમાં આર્થિક કટોકટી, શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલના ભાવ 400 રૂ.ને પાર; પાકિસ્તાનમાં આર્થિક...