Home Sports IPL: ગુજરાત ફાઈનલમાં, રાજસ્થાનને સાત વિકેટથી હરાવ્યું, હાર્દિક-મિલર વચ્ચે 106 રનની પાર્ટનરશીપ,...

IPL: ગુજરાત ફાઈનલમાં, રાજસ્થાનને સાત વિકેટથી હરાવ્યું, હાર્દિક-મિલર વચ્ચે 106 રનની પાર્ટનરશીપ, છેલ્લી ઓવરમાં મિલરે ‘3 છગ્ગા’ મારી મેચ જીતાડી!

Face Of Nation 25-05-2022 : IPLની પહેલી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સે 7 વિકેટથી રાજસ્થાન રોયલ્સને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 189 રનનો ટાર્ગેટ હતો જેને ડેવિડ મિલરે છેલ્લી ઓવરમાં છગ્ગાની હેટ્રિક મારી ચેઝ કરી લીધો હતો. આ દરમિયાન હાર્દિક અને મિલર વચ્ચે 61 બોલમાં 106* રનની પાર્ટનરશિપ થઈ હતી. જ્યારે રાજસ્થાનના બોલ્ટ તથા મેક્કોયે 1-1 વિકેટ લીધી હતી.
શુભમન અને વેડની શાનદાર પાર્ટનરશિપ
પહેલી ઓવરમાં સાહા પેવેલિયન ભેગો થઈ જતા શુભમન ગિલ અને મેથ્યુ વેડે ગુજરાતની ઈનિંગ સંભાળી હતી. બંનેએ 43 બોલમાં 71 રનની શાનદાર પાર્ટનરશિપ નોંધાવી ગેમમાં પકડ બનાવી રાખી હતી. જોકે ત્યારપછી શુભમન ગિલ 21 બોલમાં 35 રન કરી રનઆઉટ થઈ ગયો હતો. મેથ્યુ વેડે શુભમનને બીજો રન લેવાની ના પાડી તેવામાં ગિલ અડધી પિચે આવી જતા રનઆઉટ થઈ ગયો હતો.
બટલરને જીવનદાન મળ્યું, વિસ્ફોટક બેટિંગ કરી
ઈનિંગની 17મી ઓવરમાં રાજસ્થાનના બેટર જોસ બટલરને જીવનદાન મળ્યું હતું. આ દરમિયાન યશ દયાળ બોલિંગ કરી રહ્યો હતો. જેના બીજા બોલર પર બટલરે લોન્ગ ઓન પર લોફ્ટેડ શોટ માર્યો હતો. જેને પકડવા માટે હાર્દિક લગભગ તૈયાર હતો પરંતુ તે લપસી જતા તે કેચ પકડી શક્યો નહોતો. કોલકાતામાં વરસાદ પડ્યો હોવાની સીધી અસર ગ્રાઉન્ડ પર જોવા મળી રહી છે. આના કારણે હાર્દિક લપસી ગયો હતો. જોકે ત્યારપછી 56 બોલમાં 89 રન કરી બટલર પેવેલિયન ભેગો થયો હતો.
સાઈ કિશોરે સેમસન-બટલરની પાર્ટનરશિપ તોડી
રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન અને જોસ બટલર વચ્ચે બીજી વિકેટ માટે 47 બોલમાં 68 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ નોંધાઈ હતી. જોકે ત્યારપછી ગુજરાત ટાઈટનના બોલર સાઈ કિશોરે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને પેવેલિયન ભેગો કર્યો હતો. સાઈ કિશોરના મિડલ સ્ટમ્પ ફુલર બોલ પર સેમસન સિક્સ મારવા જતા લોન્ગ ઓન પર કેચ આઉટ થયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).