Home Politics IPL-2022 મહાસંગ્રામ; બે મેચો દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને શાહનો ગુજરાત પ્રવાસ, PM...

IPL-2022 મહાસંગ્રામ; બે મેચો દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને શાહનો ગુજરાત પ્રવાસ, PM મોદી ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમમાં જાય તેવી શક્યતાઓ!?

Face Of Nation 25-05-2022 : પ્રધાનમંત્રી 29મીએ ગુજરાતમાં આવવાના હતાં પણ તેમના પ્રવાસમાં ફેરફાર થવાથી તેઓ હવે 28મીએ ગુજરાત આવશે. ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ નિવેદન આપ્યું હતું કે, આટકોટ ગામે 28મેના રોજ 40 કરોડના ખર્ચે બનેલી કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. આ હોસ્પિટલ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી છે અને 200 બેડની સુવિધા છે. હોસ્પિટલ 24 ડિપાર્ટમેન્ટની ઓપીડી સાથે શરૂ થશે અને સારવાર રાહતદરે કરવામાં આવશે.
અમિત શાહ નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ભૂમિ પૂજન
કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી તથા સહકારીતા મંત્રી અમિત શાહ આગામી 28 અને 29 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર સંમેલન તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવાના છે. નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 29મી મેના રોજ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.
સ્ટેડીયમ હાઉસફૂલ બની તેવી શક્યતાઓ
ગુજરાત માટે ચાલુ સપ્તાહનાં અંતિમ દિવસોમાં ક્રિકેટથી માંડીને રાજકીય મહાનુભાવોની હાજરીથી પોલીસ સહિત તમામ સરકારી વિભાગોને સતત દોડતું રહેવું પડે તેવી સ્થિતિ ઉદ્દભવવાની છે. અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં IPL ટુર્નામેન્ટની અંતિમ બે મેચો રમાવાની છે.શુક્રવારે ક્વોલીફાયર-2 અને રવિવારે ફાઈનલ રમાશે. 1 લાખની ક્ષમતા હોવા છતાં સ્ટેડીયમ હાઉસફૂલ બની તેવી શક્યતાઓ છે.આ સંદર્ભમાં સુરક્ષાની સમીક્ષા કરવા અમદાવાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ સોમવારે સ્ટેડિયમ ખાતે પહોંચી હતી. જ્યાં એક કલાક સુધી મિટિંગ પણ યોજાઇ હતી.
10 હજાર પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તહેનાત રહેશે
સુરક્ષા માટે પણ ખાસ એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં હોવાના કારણે રાજ્યવ્યાપી સુરક્ષા પ્લાન અને સુરક્ષા રિસર્હલ કરવામાં આવશે. IPLની મેચો માટે પાર્કિંગથી માંડીને ટ્રાફીક વ્યવસ્થા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.ટ્રાફીક વ્યવસ્થા માટે જ 5 DCP, 7 ACP, 10 PI, 15 PSIને રોકવામાં આવ્યા છે. જ્યારે સુરક્ષા વ્યવસ્થા માટે 5000 જવાનોને તૈનાત કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી પણ મેચ જોવા સ્ટેડિયમમાં જાય તેવી શક્યતાઓ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).