Home Sports હોકી એશિયા કપમાં ભારતની સૌથી મોટી જીત, ઈન્ડોનેશિયાને 16-0થી પરાજય આપીને સુપર...

હોકી એશિયા કપમાં ભારતની સૌથી મોટી જીત, ઈન્ડોનેશિયાને 16-0થી પરાજય આપીને સુપર ફોરમાં પહોંચ્યું, પાકિસ્તાનનું છ વખત સૂરસૂરિયું!

Face Of Nation 27-05-2022 : ભારતીય હોકી ટીમે એશિયા કપની છેલ્લી પૂલ મેચમાં ઈન્ડોનેશિયાને 16-0ના મોટા માર્જીનથી હરાવીને સુપર-4માં પ્રવેશ કરી લીધો છે. આ જીતની સાથે જ ભારતના પોઈન્ટ્સ પાકિસ્તાન જેટલા થઈ ગયા છે. જો કે ભારતને ગોલ અંતર પણ પાકિસ્તાનથી સારા કરવાના હતા અને તે માટે 16 ગોલના અંતરથી જીત જરૂરી હતી. ભારત રેકોર્ડ આઠમી વખત આ વખતે ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગયું છે. જે બાદ પાકિસ્તાને 6 વખત ટૂર્નામેન્ટમાં જગ્યા નથી બનાવી શક્યું.
ભારતની સૌથી મોટી જીત નથી, પાક. ક્વોલિફાઈ ન થયું
ભારતની સૌથી મોટી જીત નથી. ભારતની સૌથી મોટી જીતનો રેકોર્ડ 1932 ઓલિમ્પિકમાં નોંધાયો હતો. જ્યારે ભારતે અમેરિકાના 24-1થી હરાવ્યું હતું. તો બીજીતરફ આ સાથે જ પાકિસ્તાન 2023ના વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ નથી થઈ શક્યું. તો જાપાન, સાઉથ કોરિયા, મલેશિયા 2023 વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ભારત યજમાન દેશ છે તેથી તે પણ ક્વોલિફાઈ થઈ ગયું છે.
જાપાનની પાક. પર જીતની સાથે જ તક બની હતી
શરૂઆતના મેચના પ્રદર્શન બાદ ભારતીય ટીમ લગભગ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. પરંતુ પુલ-એમાં જાપાને પાકિસ્તાનને 3-2થી હરાવી દીધું. જેનાથી ભારત માટે તક ઊભી થઈ હતી. તો બીજીતરફ ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં ટીમ ઈન્ડિયાએ આશા મુજબ પ્રદર્શન કર્યું ન હતું. ભારતે પહેલી મેચ પાકિસ્તાન સામે હતી જે 1-1થી ડ્રો ગઈ હતી. બીજી મેચમાં જાપાને 5-2થી હરાવ્યું હતું.
પોઈન્ટ ટેબલનું ગણિત, રુપિંદરની ઉણપ જોવા મળી
પૂલ-એમાં જાપાન 9 અંકની સાથે નોકઆઉટ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. જાપાને પોતાની ત્રણેય મેચમાં જીત મેળવી છે .જ્યારે પાકિસ્તાન ત્રણ મુકાબલામાંથી એક જીત્યું છે. એક હાર અને એક ડ્રોની મદદથી 4 અંક જ મેળવી શક્યું છે. ભારતની પણ આ જ સ્થિતિ છે પરંતુ ગોલ ડિફરન્સે ભારતે પાકિસ્તાનને પછાડી દીધું છે. તો બીજીતરફ ટીમમાં અનુભવનો અભાવ દેખાયો. નિર્ણાયક ક્ષણમાં ભારતીય ડિફેન્સ નબળું રહ્યું. હાલની ટીમના સીનિયર એસવી સુનિલ અને બિરેન્દ્ર લાકડા કંઈ ખાસ ન કરી શક્યા. પવન રાજભરે પ્રભાવિત કર્યા. પેનલ્ટી અને ડ્રેગ ફ્લિકર રુપિંદર પાલ સિંહની ગેરહાજરી દેખાઈ. તે ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા જ ઘાયલ થઈ ગયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).