Home News લદ્દાખના તુર્તક સેક્ટરમાં સેનાનું વાહન 60 ફૂટ નીચે શ્યોક નદીમાં ખાબક્યું, સાત...

લદ્દાખના તુર્તક સેક્ટરમાં સેનાનું વાહન 60 ફૂટ નીચે શ્યોક નદીમાં ખાબક્યું, સાત જવાન શહીદ, કુલ 26 જવાન ફોરવર્ડ પોસ્ટ જઈ રહ્યા હતા!

Face Of Nation 27-05-2022 : લદ્દાખના તુર્તક સેક્ટરમાં સેનાની ગાડી શ્યોક નદીમાં પડી ગઈ. દુર્ઘટનામાં 7 જવાન શહીદ થઈ ગયા અને કેટલાંક ઘાયલ થયા છે. ઈન્ડિયન આર્મીના નિવેદન મુજબ, 26 સૈનિકોની ટુકડી પરતાપુરથી હનીફ સબ સેક્ટરના ફોરવર્ડ પોસ્ટ જઈ રહી હતી.
વાહન સ્લીપ થઈ શ્યોક નદીમાં ખાબકી
સવારે લગભગ 9 વાગ્યે થોઈસેથી લગભગ 25 કિલોમીટર દૂર વાહન સ્લીપ થઈ શ્યોક નદીમાં ખાબકી હતી. ઘાયલ 26 સૈનિકોને ત્યાંથી કાઢીને આર્મી ફીલ્ડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ગંભીર ઈજાને કારણે 7 સૈનિકોના મોત થઈ ગયા. લેહથી પરતાપુર માટે સેનાની સર્જિકલ ટીમ રવાના થઈ ગઈ છે. ગંભીર રીતે ઘાયલોને વાયુ સેનાની મદદથી વેસ્ટર્ન કમાનની હોસ્પિટલ લઈ જવાયા રહ્યાં છે. સેનાની બસ કયા કારણોથી દુર્ઘટનાગ્રસ્ત થઈ છે તે અંગે અત્યારે ખાસ માહિતી મળી શકી નથી અને સેના તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
નદીમાં આશરે 50-60 ફૂટ ખીણમાં પડી
આ ઘટના થોઈસથી આશરે 25 કિમી અંતરે સર્જાઈ છે, જ્યાં સેનાની બસ શ્યોક નદીમાં આશરે 50-60 ફૂટ ખીણમાં પડી ગઈ હતી.ભારતીય સેનાએ કહ્યું છે કે ઈજાગ્રસ્ત જવાનોને શ્રેષ્ઠકક્ષાની સારવાર મળી રહે તે બાબતને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જવાનોને હાઈ સેન્ટર રેફર કરવા માટે વાયુ સેનાની મદદ લેવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).