Home News ચુંબન માંગનાર રાંચીના પ્રિન્સીપાલ સસ્પેન્ડ, નર્સિંગ સ્ટાફને બ્લડપ્રેશર ચેક કરવા બોલાવી,...

ચુંબન માંગનાર રાંચીના પ્રિન્સીપાલ સસ્પેન્ડ, નર્સિંગ સ્ટાફને બ્લડપ્રેશર ચેક કરવા બોલાવી, કહ્યું-‘માત્ર Kiss કરવા દે’, 2 વર્ષ સુધી મહિલાનું કર્યું યૌન શોષણ!

Face Of Nation 28-05-2022 : ઝારખંડની રાજધાની રાંચીના DAV કપિલદેવ સ્કૂલના પ્રિન્સિપાલની ગંદી વાતનો ઓડિયો અને વીડિયો સામે આવ્યો છે. પ્રિન્સિપાલ બિહારના જમુઇનો રહેવાસી છે. તે મહિલા નર્સિંગ સ્ટાફને બીપી ચેક કરવાના બહાને પોતાના ચેમ્બરમાં બોલાવીને કિસ માગતો હતો. મહિલાએ બે વર્ષના હેરેસમેન્ટ બાદ પ્રિન્સિપાલ પર FIR કરી છે. ઓડિયો અને વીડિયો મહિલાએ જ રેકોર્ડ કર્યો છે. FIRમાં મહિલાએ કહ્યું કે પ્રિન્સિપાલ તેને અશ્લીલ વીડિયો વોટ્સએપ પર મોકલે છે. ચેમ્બરમાં બોલાવીને અશ્લીલ હરકત કરે છે.
બ્લડપ્રેશર ચેક કરાવવાના બહાને ચેમ્બરમાં બોલાવતો
મામલો રાજધાની રાંચીના કડરુ વિસ્તારના પ્રતિષ્ઠિત DAV કપિલદેવ સ્કૂલનો છે. પ્રિન્સિપાલ મનોજકુમાર સિન્હા વિરૂદ્ધ આ અંગે અરગોડા પોલીસ સ્ટેશનમાં 24 મેનાં રોજ FIR કરવામાં આવી છે. પીડિતાએ પોતાના આવેદનમાં કહ્યું કે પ્રિન્સિપાલદરરોજ બ્લડપ્રેશર ચેક કરાવવાના બહાને પોતાના ચેમ્બરમાં બોલાવતો હતો. પછી ધીમે-ધીમે તેના શરીરને ટચ કરતો હતો. સેફ્ટી માટે તે હંમેશા પોતાનો ફોન ઓન કરીને જતી હતી. જેની જાણકારી પ્રિન્સિપાલને ન હતી.
ન્યૂડ વીડિયો કોલ કરવાનું દબાણ કર્યું
એટલું જ નહીં તે અશ્લીલ હરકત કરવા માટે પણ દબાણ કરતો હતો. ફ્રી ટાઈમમાં વ્હોટ્સએપ ચેટ કે કોલ કરીને પણ દબાણ કરતો હતો. પ્રિન્સિપાલ વ્હોટ્સએપ પર અશ્લીલ વીડિયો પણ મોકલતો હતો. અનેક વખત તેમને ન્યૂડ વીડિયો કોલ કરવાનું દબાણ કર્યું અને પીડિતાએ તેની વાત માની ન હતી. તો બીજીતરફ પીડિતાએ જણાવ્યું કે એક દિવસ પ્રિન્સિપાલ પરાણે તેના રૂમમાં આવી ગયા હતા. તેની સાથે જબરજસ્તી કરવા લાગ્યા. તેનો વીડિયો પણ તેની પાસે છે. તેને સ્કૂલના અન્ય શિક્ષકો સાથે પણ આ વાત શેર કરી પરંતુ તે બાદ લોકડાઉન થયું અને સ્કૂલ બંધ થઈ ગઈ.
નોકરી જવાના ડરથી પ્રિન્સિપાલ વિરૂદ્ધ અવાજ નથી ઉઠાવતા
તેમને પોતાની ફરિયાદમાં લખ્યું છે કે આ પહેલાં પણ એક ટીચર પ્રિન્સિપાલના વ્યવહારથી કંટાળીને સ્કૂલ છોડી દીધી હતી. કેટલાંક નોકરી જવાના ડરથી પ્રિન્સિપાલ વિરૂદ્ધ અવાજ નથી ઉઠાવતા. અરગોડા પોલીસ સ્ટેશનના પ્રભારી વિનોદકુમારે જણાવ્યું કે FIR પછી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ મુદ્દે પ્રિન્સિપાલ એમકે સિંહાનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમનો સંપર્ક ન થઈ શક્યો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).