Face Of Nation : રવિવારે સાંજે કાંકરિયા ખાતે ચાલુ રાઈડ વચ્ચેથી તૂટી જતા મોટી હોનારત સર્જાઈ છે. કાંકારિયા ખાતે ચાલુ રાઇડ તૂટી પડવાને કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે રાઇડમાં સવાર 32 લોકોમાંથી 25 કરતા પણ વઘુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 5 લોકોની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રવિવારનો દિવસ હોવાથી કાંકરિયા બાલવાટિકામાં મોટી સંખ્યામાં લોકો રવિવારની મઝા માણવા માટે આવ્યા હતા. ત્યારે આચાનક બાલવાટિકામાં આવેલી ડિસ્કવરી રાઇડમાં 32 જેટલા લોકો સવાર હતા. અચાનક ટેકનિકલ ખામી આવતા રાઇડ તૂટી પડતા તેમાં સવાર ત્રણ બાળકોના ઘટના સ્થળે મોત થયા હતા. ત્યારે 6 જેટલા લોકોની હાલત ગંભીર છે. આ બનાવને પગલે મ્યુ.કમિશનર, મેયર સહિતનાઓ ઘટના સ્થળે દોડી ગયા છે.
રાઇડ સંચાલક ઘનશ્યામ પટેલ સહિત 4 લોકોની અટકાયત
ગૌરીવ્રત અને રવિવારને કારણે કાંકરિયામાં આવેત રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી કરી હતી. ઘાયલોને એલજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. શહેરનાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના પર સીએમ ઓફિસમાંથી નજર રાખવામાં આવી રહી છે. રાઇડ સંચાલક ઘનશ્યામ પટેલ સહિત 4 લોકોની મણિનગર પોલીસે અટકાયત કરી છે. ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછવા ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ એલજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.