Face Of Nation 28-05-2022 : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આવતીકાલે રવિવારે 29મી મેએ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાતમુહૂર્ત કરશે. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના શહેરના ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. આવતીકાલે યોજાનારા આ કાર્યક્રમ પહેલાં શહેરના મેયર કિરીટ પરમાર અને અન્ય પદાધિકારીઓ તમામ ભાજપના કાઉન્સિલરો સાથે આજે સાંજે સાત વાગ્યે કાર્યક્રમ સ્થળ પર સમીક્ષા બેઠક યોજશે, જેમાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમને સૂચના આપવામાં આવશે.
કેન્દ્ર તરફથી ગુજરાત સરકારને ગ્રાન્ટ મળશે
વિશ્વકક્ષાના બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર તરફથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે, જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે રૂ.631 કરોડથી વધુના ખર્ચે બનનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રીને હસ્તે આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે. 300 લોકો રહી શકે એવી વ્યવસ્થા, સ્વિમિંગ પૂલ વગેરે બનાવવામાં આવશે.
850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્કની વ્યવસ્થા
આખા પ્રોજેકટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ રહેશે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું પાર્કિગ બનાવાશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat અમદાવાદના નારણપુરામાં 631 કરોડ રૂ.ના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રી...